ગુજરાતી કહેવતો/ક

વિકિસૂક્તિમાંથી
  1. કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
  2. કજિયાનું મોં કાળું
  3. કડવું ઓસડ માતા જ પાય. ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )
  4. કડવો ઘૂંટડો ગળે ઊતારવો
  5. કપાસિયે કોઠી ફાટી ન જાય
  6. કપાળ જોઈને ચાંદલો કરાય
  7. કપાળે કપાળે જુદી મતિ.
  8. કમળો હોય તેને પીળું દેખાય
  9. કમાઉ દીકરો સૌને વહાલો લાગે
  10. કમાન છટકવી
  11. કરડે માકણ ને બળવું ખાટલાને
  12. કરમ કોડીના અને લખણ લખેશરીના
  13. કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.
  14. કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
  15. કરે સેવા તેને મળે મેવા
  16. કરો કંકુના
  17. કરો તેવું પામો, વાવો તેવું લણો
  18. કર્મ એ જ ખરો ધર્મ
  19. કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
  20. કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
  21. કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી
  22. કળે થય તે બળે ન થાય
  23. કાકા મટીને ભત્રીજા ન થવાય
  24. કાકો દીઠે કુટુંબ દીઠું
  25. કાકો પરણ્યો ને ફોઈ રાંડી
  26. કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
  27. કાખલી કૂટવી
  28. કાગડા ઊડવા
  29. કાગડા બધે ય કાળા હોય
  30. કાગડો દહીંથરું લઈ ગયો
  31. કાગના ડોળે રાહ જોવી
  32. કાગનું બેસવું ને ડાળનું પડવું
  33. કાગનો વાઘ કરવો
  34. કાગા વહાલુ કુંભજળ, સ્ત્રીને વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુ, ગદ્દા વહાલી લાત, મુંડ મુંડાવે તીન ગુણ, મિટે સીરકી ખાજ, ખાનેકું લડ્ડુ મિલે, લોક કહે મહારાજ.
  35. કાચા કાનનો માણસ
  36. કાચું કાપવું
  37. કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
  38. કાટલું કાઢવું
  39. કાતરિયું ગેપ
  40. કાન છે કે કોડિયું?
  41. કાન પકડવા
  42. કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
  43. કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
  44. કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
  45. કાનાફૂંસી કરવી
  46. કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
  47. કામ કરે કોઠી ને જશ ખાય જેઠી
  48. કામ કર્યા તેને કામણ કર્યા
  49. કામ કામને શિખવે
  50. કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
  51. કામના કૂડા ને વાતોના રૂડા
  52. કામનો ચોર
  53. કારતક મહિને કણબી ડાહ્યો
  54. કાલાં કાઢવાં
  55. કાળ જાય ને કહેણી રહે.
  56. કાળજાની કોર/કાળજાનો કટકો
  57. કાળજાનું કાચું/પાકું
  58. કાળા અક્ષર ભેંશ બરાબર
  59. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
  60. કાળી ટીલી ચોંટવી
  61. કાળી લાય લાગવી
  62. કાળો અક્ષર ભેંસ બરાબર.
  63. કાંકરે કાંકરે પાળ બંધાય
  64. કાંકરો કાઢી નાખવો
  65. કાંચળિયું સગપણ સાચું જમણમાં લાડૂ ને સગપણમાં સાટું.
  66. કાંચિડાની જેમ રંગ બદલવા
  67. કાંટો કાંટાને કાઢે
  68. કાંડાં કાપી આપવાં
  69. કાંદો કાઢવો
  70. કીડી પર કટક ન ઊતારાય
  71. કીડીને કણ અને હાથીને મણ
  72. કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
  73. કીધે કુંભાર ગધેડે ન ચડે
  74. કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
  75. કુતરુ કાઢતા બિલાડુ પેઠુ; બકરુ કાઢતા ઊંટ પેઠુ.
  76. કુલડીમાં ગોળ ભાંગવો
  77. કુવામાં હોય તો હવાડા માં આવે.
  78. કુંડુ કથરોટને ન નડે.
  79. કુંન્ડુ કથરોટને હસે
  80. કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
  81. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
  82. કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
  83. કેડમાં છોકરું ને ગામ માં ઢંઢેરો.
  84. કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
  85. કેસરિયા કરવા
  86. કોઈની સાડીબાર ન રાખે
  87. કોઈનો બળદ કોઈની વેલ ને બંદાનો ડચકારો
  88. કોઠી ધોયે કાદવ જ નીકળે
  89. કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
  90. કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
  91. કોણીએ ગોળ ચોપડવો
  92. કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?
  93. કોથળામાં પાનશેરી રાખીને મારવો
  94. કોથળામાંથી બિલાડું કાઢવું
  95. કોના બાપની દિવાળી
  96. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
  97. કોપરાં જોખવાં
  98. કોલસાની દલાલીમાં કાળા હાથ
  99. કોલસાને સો મણ સાબુથી ઘસતાં ઊજળું ન થાય
  100. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી?