ગુજરાતી કહેવતો/ઘ

વિકિસૂક્તિમાંથી
  1. ઘડો-લાડવો કરી નાખવો
  2. ઘર ફૂટે ઘર જાય
  3. ઘર બાળીને તીરથ ન કરાય
  4. ઘર મુક્યાં, ને દુઃખ વિસર્યાં
  5. ઘરડા ગાડા વાળે
  6. ઘરડી ઘોડી લાલ લગામ
  7. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
  8. ઘરના ભુવા ને ઘરના ડાકલાં
  9. ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
  10. ઘરની ધોરાજી ચલાવવી
  11. ઘરમાં વાઘ બહાર બકરી
  12. ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
  13. ઘરે ધોળો હાથી બાંઘવો
  14. ઘા પર મીઠું ભભરાવવું
  15. ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
  16. ઘાંચમાં ગયેલું ગાડું, નેફામાં ગયેલું નાડું અને પાણીમાં ગયેલું પાડું જલ્દી બહાર નીકળતા નથી
  17. ઘી ઢોળાયું તો ખીચડીમાં
  18. ઘી-કેળાં થઈ જવા
  19. ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
  20. ઘેર ઘેર માટીના ચૂલા
  21. ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
  22. ઘોડે ચડીને આવવું
  23. ઘોડે સ્વારી કરતો બાપ મરજો, પણ દળણા દળતી મા ન મરજો.
  24. ઘોરખો દિયો
  25. ઘોંસ પરોણો કરવો
  26. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા