ગુજરાતી કહેવતો/ધ

વિકિસૂક્તિમાંથી
  • ધાર્યુ ધણીનું થાય.
  • ધરમ કરતા ધાડ પડી.
  • ધોબીનો ગધેડો ના ઘરનો કે ના ઘાટનો.
  • ધકેલ પંચા દોઢસો
  • ધણીની નજર એક, ચોરની નજર ચાર
  • ધનોત-પનોત કાઢી નાખવું
  • ધરતીનો છેડો ઘર
  • ધરમ ધક્કો
  • ધરમના કામમાં ઢીલ ન હોય
  • ન્ધરમની ગાયના દાંત ન જોવાય
  • ધીરજના ફળ મીઠા હોય
  • ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
  • ધૂળ ઉપર લીંપણ ન કરાય
  • ધૂળ્ કાઢી નાખવી
  • ધોકે નાર પાંસરી
  • ધોલધપાટ કરવી
  • ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
  • ધોયેલ મૂળા જેવો
  • ધોળા દિવસે તારા દેખાવા
  • ધોળામાં ધૂળ પડી
  • ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
  • ધોળે ધરમે