ગુજરાતી કહેવતો/હ

વિકિસૂક્તિમાંથી
  1. હલકું નામ હવાલદારનું
  2. હરામના હાડકાં
  3. હવનમાં હાડકાં હોમવા
  4. હવેલી લેતા ગુજરાત ખોઈ
  5. હસવામાંથી ખસવું થવું
  6. ગાવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
  7. હસે તેનું ઘર વસે
  8. હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
  9. હળાહળ કળજુગ
  10. હા જી હા કરવું
  11. હાકલા-પડકારા કરવા
  12. હાજાં ગગડી જવા
  13. હાડકાં ખોખરાં કરવા/રંગી નાખવાં
  14. હાડહાડ થવું
  15. હાથ કંકણને આરસીની જરૂર ન હોય.
  16. હાથ અજમાવવો/સાફ કરવો
  17. હાથ ઊંચા કરી દેવા
  18. હાથ દેખાડવો
  19. હાથ ધોઈ નાખવા
  20. હાથ ભીડમાં હોવો
  21. હાથતાળી આપવી
  22. હાથના કર્યા હૈયે વાગ્યા
  23. હાથનો ચોખ્ખો
  24. હાથમાં આવ્યું તે હથિયાર
  25. હાથી ચાલ્યા જાય અને પૂંછ્ડું રહી જાય
  26. " હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો"
  27. હાથી ઘોડાનો ફરક
  28. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
  29. હાથીની અંબાડીએ ચડી છાણાં ન વિણાય
  30. હાથીની પાછળ કૂતરા ભસે
  31. હાથે તે સાથે
  32. હાર્યો જુગારી બમણું રમે
  33. હિંમતે મર્દા તો મદદે ખુદા
  34. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે
  35. હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
  36. હું પહોળી ને શેરી સાંકડી
  37. હું મરું પણ તને રાંડ કરું
  38. " હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?"
  39. હુતો ને હુતી બે જણ
  40. હું ને મારો ઉનીયો કાકાનો ચુનીયો.
  41. હોઠ સાઝાં તો ઉત્તર ઝાઝાં
  42. હોઠ બહાર જાય એ કોટ બહાર જાય
  43. હૈયા ઉકલત
  44. હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
  45. હૈયે છે પણ હોઠે નથી
  46. હૈયે તેવું હોઠે
  47. હૈયે રામ વસવા
  48. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
  49. હોળીનું નાળિયેર