પ્રસિદ્ધ અંતિમ શબ્દો

વિકિસૂક્તિમાંથી

[ફેરફાર કરો]

  • નહીં * (No)
    • બોલનાર: એલેકઝાન્ડર ગ્રેહામ બેલ * (Alexander Graham Bell).
    • નોંધ: એલેકઝાન્ડર નાં અંતિમ સમયે તેમની બહેરી પત્નિએ તેમને ધીમેથી કહ્યું "મને છોડી ના જશો", ત્યારે બેલે તેમને પ્રત્યુત્તરમાં સંકેત વડે કહ્યું "નહીં" ("No").
  • મારૂં સમીકરણ ભુંસશો નહીં * (mè mou tous kuklous taratte) (Μη μου τους κύκλους τάραττε)
    • Don't disturb my circles! કે Don't disturb my equation
    • બોલનાર: આર્કિમિડિઝ (Archimedes)
    • નોંધ: સાયરેક્યુસ પર વિજય પછી, રોમન સૈનિકો તેમને રોમન સેનાપતિ સમક્ષ રજૂ કરવા માટે પકડવા આવ્યા ત્યારે તેઓ જમીન પર બેઠાબેઠા ભુમિતિનાં પ્રમેયો સાબિત કરી રહ્યા હતા. સૈનિકોએ, હત્યા ન કરવાની ખાસ સુચના હોવા છતાં, તેમની હત્યા કરી નાખી.
  • અલેયકુમસલામ (વાલેકુમસલામ) * (Aleykümesselam)
    • અર્થ: તમને પણ શાંતી થાઓ (અભિવાદનનો પ્રત્યુત્તર)
    • બોલનાર: મુસ્તફા કમાલ અતતુર્ક (Mustafa Kemal Atatürk)
    • નોંધ: ઇસ્લામ માન્યતા અનુસાર, જ્યારે યમદુતો ઓરડામાં આવે છે ત્યારે, ’સલામિનાલેયકુમ’ (સલામવાલેકુમ, તમને શાંતી થાઓ) (selamınaleyküm) કહી અભિવાદન કરે છે.
  • બળવાન ને * To the strongest!
    • બોલનાર: સિકંદર (Alexander the Great)
    • "પોતાનામાંથી કોણ સામ્રાજ્યનું સુકાન સંભાળે" તેવા સિકંદરનાં સેનાપતિઓનાં પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં.
    • નોંધ: જ્યારે સિકંદરને તેમની મૃત્યુશૈયા પર પુછવામાં આવ્યું કે તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે ત્યારે તેમણે અસ્પષ્ટ અવાજે ઉત્તર આપ્યો. બની શકે કે સિકંદરે કહ્યું હોય કે "ક્રાટેરોસ" (Krateros),જે તેમનો એક સેનાપતિ હતો, પરંતુ તે આસપાસમાં નહતો, અને અન્ય લોકોએ ધાર્યું કે તે "ક્રાટિસ્ટોસ" - અર્થાત "બળવાન" ("Kratistos— the strongest") તેમ બોલ્યો છે.

[ફેરફાર કરો]

  • હે રામ! * (Hé Ram!)
    • અર્થ: ભગવાન રામને પોકાર, હિંદુઓમાં ઇશ્વરનું નામ લેવાની આ એક રીત છે, ક્યારેક અચાનક બનતી કોઇ ઘટના વખતે પણ આ રીતેનો ઉદગાર કરવામાં આવે છે.
    • બોલનાર: મહાત્મા ગાંધી (Mohandas Gandhi).
    • નોંધ: ગાંધીજી પર ગોળીબાર થયો ત્યારે આ શબ્દો બોલાયાનું નોંધાયેલ છે. તેનાં હત્યારા ’ગોડસે’નાં કહેવા પ્રમાણે, ગાંધીજી ફક્ત "ઓહ..." અવાજ શાથે ઢળી પડ્યા હતા, ઉપરોક્ત શબ્દો કોંગ્રેસે પછીથી ઉમેર્યા છે.