શ્રેણી:છપ્પા

વિકિસૂક્તિમાંથી

[ફેરફાર કરો]

  • એક મૂરખને એવી ટેવ
  એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
  પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
  એ અખા બહુ ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
  • આંધળો સસરો ને સરંગટ વહુ
 આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
 કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
 ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

[ફેરફાર કરો]

  • જો જો રે મોટાના બોલ
 જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
 અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
 ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

[ફેરફાર કરો]

  • દેહાભિમાન હૂતો પાશેર
 દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
 ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
 અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

[ફેરફાર કરો]

  • સસાશિંગનું વહાણ જ કર્યું
 સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
 વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
 જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

[ફેરફાર કરો]

  • તિલક કરતાં ત્રેપન થયાં
 તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
 તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
 કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આ શ્રેણીમાં હાલમાં કોઇ પાનાં કે મીડિયા નથી.