શ્રેણી:સુપ્રભાતમ
Wikiquote થી
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] અ
- આશા અમર છે, આરાધના કરેલી કદી નિષ્ફળ જતી નથી.
[ફેરફાર કરો] બ
- બીજાની સાથે સરખામણી કરીને દુઃખી થવાનુ કોઈ કારણ નથી. તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારૂ ગૌરવ છે.
[ફેરફાર કરો] ક
- કોઇની ઇર્ષ્યા કરીને તમે તમારી નબળાઇને છતી કરો છો. બીજાની સફળતા તમે પચાવી ન શકતાં ઇર્ષ્યા કરીને મન મનાવો છો.
- કોઈના માટે પગથિયું ન બનીએ તો કંઈ નહી પરંતુ ખાડો તો કદાપિ ન બનીએ. તેમાં જ આપણી માણસાઈ છે.
[ફેરફાર કરો] ગ
- ગઇકાલના અપમાનને ભલી જઈને પોતાના કામમાં પરોવાઈ જાઓ, સફળતાને તમારીજ તલાશ છે. ઈર્ષ્યાળુઓને એમનુ કામ કરવા દો.
[ફેરફાર કરો] ત
- તમે તમારી રીતે મજબૂત હોવ તો બીજા કોઇના સ્થાપેલા નિયમને અનુસરવાની જરૂર નથી. તમે તમારી જ મહેનતથી આગળ વધી શકો છો.
[ફેરફાર કરો] ન
- નસીબથી વધારે નસીબથી વહેલુ ક્યારેય કોઈને મળતું નથી, કર્મ કરવું દરેકની નૈતિક ફરજ છે.
[ફેરફાર કરો] પ
- પૌરાણિક ગ્રંથોમાં માનવજાતના ઉમદા વિચારો સંગ્રહાયેલા છે જે કદી વાસી થતા નથી અને એને કદી કાટ ચડતો નથી.
[ફેરફાર કરો] સ
- સફળતા માટે જરૂરી છે કે સમયનું શ્રેષ્ઠ આયોજન કરીને નિશ્ર્ચિત દિશામાં ધ્યાન એકત્રિત કરવામાં આવે તો ધારેલી સફળતા મળે જ છે.
- સમયનું મહત્વ ન સમજનારા ક્યાં ફેંકાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. સમયને સાચવીને ચાલનારો ક્યારે પાછો પડતો નથી.
[ફેરફાર કરો] મ
- મનુષ્યો માટે અમ્રુત દુર્લભ છે, દેવોને માટે જળ દુર્લભ છે, પિત્રુઓને પુત્ર દુર્લભ છે અને ઈન્દ્રને છાશ દુર્લભ છે .
આ શ્રેણીમાં હાલમાં કોઇ લેખ કે અન્ય સભ્ય નથી.