શ્રેણી:સુવિચાર

વિકિસૂક્તિમાંથી

[ફેરફાર કરો]

  • અક્કરમીનો પડિયો કાણો
  જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.
  • અક્કલ ઉધાર ન મળે
  • અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
  • અચ્છોવાના કરવાં
  • અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
  • અજાણ્યો અને આંધળો બેઉ સરખા
  • અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
  • અતિ ચીકણો બહુ ખરડાય
  • અતિ લોભ તે પાપનું મૂળ
  • અણીનો ચૂક્યો સો વરસ જીવે
  • અધૂરો ઘડો છલકાય ઘણો
  • અન્ન અને દાંતને વેર
  • અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
  • અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
  • અવળા હાથની અડબોથ
  • અવળે અસ્ત્રે મુંડી નાખવો

[ફેરફાર કરો]

  • ગમતાંનો કરીએ ગુલાલ
 જે બાબત થકી સમાજમાં આનંદ પ્રસરતો હોય તેને સંઘરી રાખવાને બદલે જનસમુદાયમાં ખુલ્લી રાખવી જોઈએ.

[ફેરફાર કરો]

  • હે મા ! તું કેવો પુત્ર આપીશ ?
 જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવે નૂર.

[ફેરફાર કરો]

  • પાસે નહિ કોડી ને ઊભા બજારે દાંડી
  ખરીદીન| ત્રેવડ ન હોવા છતાં ખરીદીનો મોહ રાખવો.

[ફેરફાર કરો]

  • સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.

[ફેરફાર કરો]

  • માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

[ફેરફાર કરો]

  • ન્યાય આંધળો છે.
   ન્યાય માત્ર સાબિતીઓને તોલે છે, મતલબ ન્યાયના ત્રાજવામાં સાબિતીઓ તોળાય છે, ન્યાય સચ્ચાઇને જોતો નથી.

નાણા વગર નો નાથિયો અને નાણે નાથાલાલ..

[ફેરફાર કરો]

  • વાડને જોઇ વેલો વધે.
  જેવા વ્યક્તિત્વ સાથે ઉઠક-બેઠક વધુ હોય તેના જેવી જ અસરો તમારામાં ઉત્પન્ન થાય.
  • વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે.
  સંત તુલસીદાસ
  • વિચાર ભાગ્યનું બીજું નામ છે.
 સ્વામી રામતીર્થ.

[ફેરફાર કરો]

  • કડવુ ઓસડ માતા જ પાય
  કડવી શિખામણ હિતેચ્છુ જ આપે.
  • કૂતરા સાથે દોસ્તી કરીએ તો શી દશા થાય ?
  શ્વાન સાથે પ્રિતડી, દો પાંતિકા દુઃખ, ખીજયા કાટે પાવકો, રીઝયા ચાટે મુખ.
  સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુ:ખ, ખીજ્યુ કરડે પિંડીએ, રીજ્યું ચાટે મુખ.

કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી

  • કજિયાનું મોં કાળું
  • કડવી ને પાછી લીમડે ચડેલી
  • કડવું ઓસડ મા જ પાય
  • કડવો ઘૂંટડો ગળે ઊતારવો
  • કપાસિયે કોઠી ફાટી ન જાય
  • કપાળ જોઈને ચાંદલો કરાય
  • કમળો હોય તેને પીળું દેખાય
  • કમાઉ દીકરો સૌને વહાલો લાગે
  • કમાન છટકવી
  • કરકસર એટલે બીજો ભાઈ
  • કરમ કોડીના અને લખણ લખેશરીના
  • કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
  • કરો કંકુના
  • કરો તેવું પામો, વાવો તેવું લણો
  • કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
  • કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
  • કસાઈને ઘેર ગાય બાંધવી
  • કહેવાય નહિ અને સહેવાય નહિ એવી હાલત
  • કાકા મટીને ભત્રીજા ન થવાય
  • કાકો પરણ્યો ને ફોઈ રાંડી
  • કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
  • કાખલી કૂટવી
  • કાગડા ઊડવા
  • કાગડા બધે ય કાળા હોય
  • કાગડાની કોટે રતન બાંધવું
  • કાગડો દહીંથરું લઈ ગયો
  • કાગના ડોળે રાહ જોવી
  • કાગનું બેસવું ને ડાળનું પડવું
  • કાગનો વાઘ કરવો
  • કાચના ઘરમાં રહીને પથ્થર ન ફેંકાય
  • કાચા કાનનો માણસ
  • કાચું કાપવું
  • કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
  • કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
  • કાટલું કાઢવું
  • કાતરિયું ગેપ
  • કાન છે કે કોડિયું?
  • કાન પકડવા
  • કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
  • કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
  • કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
  • કાનાફૂંસી કરવી
  • કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
  • કામ કામને શિખવે
  • કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
  • કામના કૂડા ને વાતોના રૂડા
  • કામનો ચોર
  • કારતક મહિને કણબી ડાહ્યો
  • કાલાં કાઢવાં
  • કાળજાની કોર/કાળજાનો કટકો
  • કાળજાનું કાચું/પાકું
  • કાળા અક્ષર ભેંશ બરાબર
  • કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
  • કાળી ટીલી ચોંટવી
  • કાળી લાય લાગવી
  • કાંકરો કાઢી નાખવો
  • કાંચિડાની જેમ રંગ બદલવા
  • કાંટો કાંટાને કાઢે
  • કાંડાં કાપી આપવાં
  • કાંદો કાઢવો
  • કીડી કોશનો ડામ ખમી શકે ?
  • કીડી પર કટક ન ઊતારાય
  • કીડીને કણ અને હાથીને મણ
  • કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
  • કીધે કુંભાર ગધેડે ન ચડે
  • કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
  • કુલડીમાં ગોળ ભાંગવો
  • કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
  • કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
  • કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
  • કૂતરું કાઢતા બિલાડું પેઠું
  • કૂવામાં હોય તો અવેડામાં આવે
  • કૂંડી કથરોટને હસે
  • કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
  • કેસરિયા કરવા
  • કોઈની સાડીબાર ન રાખે
  • કોઈનો બળદ કોઈની વેલ ને બંદાનો ડચકારો
  • કોઠી ધોયે કાદવ જ નીકળે
  • કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
  • કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
  • કોણીએ ગોળ ચોપડવો
  • કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?
  • કોથળામાં પાનશેરી રાખીને મારવો
  • કોથળામાંથી બિલાડું કાઢવું
  • કોના બાપની દિવાળી
  • કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
  • કોપરાં જોખવાં
  • કોલસાની દલાલીમાં કાળા હાથ
  • ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?

[ફેરફાર કરો]

  • ખણખોદ કરવી
  • ખરા બપોરે તારા દેખાડવા
  • ખંગ વાળી દેવો
  • ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
  • ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
  • ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
  • ખાડો ખોદે તે પડે
  • ખાતર ઉપર દીવો
  • ખાલી ચણો વાગે ઘણો
  • ખાળે ડૂચા અને દરવાજા મોકળા
  • ખાંડ ખાય છે
  • ખાંધે કોથળો ને પગ મોકળો
  • ખિસ્સા ખાલી ને ભભકો ભારી
  • ખિસ્સામાં રાખીને ફરવું
  • ખીચડી પકવવી
  • ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે
  • ખીલાના જોરે વાછરડું કૂદે
  • ખેલ ખતમ, પૈસા હજમ
  • ખોટો રૂપિયો કદી ન ખોવાય
  • ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
  • ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર

શ્રેણી "સુવિચાર" ના પાનાં

આ શ્રેણીમાં ફક્ત નીચેનું પાનું છે.