Category:સુવિચાર
Wikiquote થી
અનુક્રમ |
[ફેરફાર કરો] અ
- અક્કરમીનો દડિયો કાણો
જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.
[ફેરફાર કરો] ગ
- ગમતાંનો કરીએ ગુલાલ
જે બાબત થકી સમાજમાં આનંદ પ્રસરતો હોય તેને સંઘરી રાખવાને બદલે જનસમુદાયમાં ખુલ્લી રાખવી જોઈએ.
[ફેરફાર કરો] હ
- હે મા ! તું કેવો પુત્ર આપીશ ?
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવે નૂર.
[ફેરફાર કરો] પ
- પાસે નહિ કોડી ને ઊભા બજારે દાંડી
ખરીદીની ત્રેવડ ન હોવા છતાં ખરીદીનો મોહ રાખવો.
[ફેરફાર કરો] સ
- સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
[ફેરફાર કરો] મ
- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
[ફેરફાર કરો] ન
- ન્યાય આંધળો છે.
ન્યાય માત્ર સાબિતીઓને તોલે છે, મતલબ ન્યાયના ત્રાજવામાં સાબિતીઓ તોળાય છે, ન્યાય સચ્ચાઇને જોતો નથી.
[ફેરફાર કરો] જ
- જિંદગીની સ્મરણયાત્રામાં સારા મિત્રોનું સ્મરણ એ સૌથી સુખદ અનુભવ છે કારણકે, એ બહુ અલ્પ હોય છે.
- જ્યાં ઉધ્યમ છે ત્યાં જ ઊજાસ છે અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર છે.
- જશને માથે જૂતિયાં
સારું કામ કરો અને બદલામાં ગાળો ખાઈને જાવ.
[ફેરફાર કરો] વ
- વાડને જોઇ વેલો વધે.
જેવા વ્યક્તિત્વ સાથે ઉઠક-બેઠક વધુ હોય તેના જેવી જ અસરો તમારામાં ઉત્પન્ન થાય.
- વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે.
સંત તુલસીદાસ
- વિચાર ભાગ્યનું બીજું નામ છે.
સ્વામી રામતીર્થ.
[ફેરફાર કરો] ક
- કડવુ ઓસડ માતા જ પાય
કડવી શિખામણ હિતેચ્છુ જ આપે.
- કૂતરા સાથે દોસ્તી કરીએ તો શી દશા થાય ?
શ્વાન સાથે પ્રિતડી, દો પાંતિકા દુઃખ, ખીજયા કાટે પાવકો, રીઝયા ચાટે મુખ. સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુ:ખ, ખીજ્યુ કરડે પીનીએ, રીજ્યું ચાટે મુખ
આ શ્રેણીમાં હાલમાં કોઇ લેખ કે અન્ય સભ્ય નથી.

