આદ્ય શક્તિ શ્રી મા મેલડી

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આદ્ય શક્તિ શ્રી મા મેલડી

આદિ શક્તિ મા મેલડી

શ્રી૧|

શ્રી ગણેશાય નમઃ || શ્રી મેલડી માતેય નમઃ ||

|| શ્રી મેલડી માતાજી નું સ્તવન ||

સાખી

શુભ આરંભ કરું મા મેલડી, સમરું સરસ્વતી માત ભૂલ ભ્રાંતિ આવે નહિઁ, એ તો મા મેલડી તણો પ્રતાપ || જગ જનની મા જોગણી, પૂજું તારા પાય, આશા કરી આવે મા બાલુડાં, એ તો હસતાં-રમતાં જાય || ખમ્માનો મા કરજે ખમકારો, એમ વિનવે તારો દાસ, આનંદ સૌને ઉપજાવે જે, મા રહેજે ભક્તોની પાસ ||

|| શ્રી ગણેશાય નમઃ || શુભ || શ્રી મેલડી માતાય નમઃ || લાભ

ૐ રાજ રાજેશ્વરી મેલડી માત જાણું જગમાં સૌ પ્રખ્યાત અનાથોની તું છે નાથ રહેતી સદા મા ભક્તોને સાથ ગુણલાં માડી હેતે ગાવું તારા ચરણોમાં વારી જાવું પરચા પૂર્યા અપરંપાર જગમાં કીધો જય જયકાર અંબા બહુચર કાલી માત સર્વમાં તું છે સાક્ષાત કીધાં માડી અનેક કામ પરચા પૂર્યા ઠામોઠામ લાગી લગની લાગ્યો દોર પુરણ કરતી મનના કોડ રાજા રૈયત એક સમાન સર્વનું રાખો તમે ધ્યાન જેના કુળમાં તારો વાસ કરતી માડી સૌને ઉજાસ દુઃખિયા માડી આવે દ્વાર લેતી એની તું સંભાળ વંઝાને મા આપે તન હસતું રાખે એનું મન દીન જાણી મા ભાગે દુઃખ કરતી માડી સદાયે સુખ મારા જીવનની તું છે જ્યોતિ પૂરી કરજે મારા મનની ખોટ મહંમ માયા તું મેલડી માત સ્મરણ કરીએ દિવસ રાત ગુણલાં માડી સેવક ગાય દુઃખ-દારિદ્ર સઘળાં જાય રંક રાયના સૌ પ્રતિપાળ વીનવે છોરું નાનાં બાળ કળિયુગમાં મા મહિમા અપાર કરતી માડી સૌનો ઉદ્ધાર અનેક માડી તારા રૂપ ઉજ્જવળ કરતી વંઝાની કૂખ એવો માડી તારો ઉપકાર વંદન કરીએ વારંવાર ખડગ-ખાંડું તારે હાથ બોકડ ઉપર બેઠી માત ચોસઠ જોગણી તારી સાથ જોગી જપે તારા જાપ જે કુળમાં મા મેલડી પૂજાય મનના મનોરથ પૂરા થાય પૂરણ પ્રગટ તું છે મા પાપીને મા દેતી ઘા રોગીઓ ના રોગ ટાળે હસતાં આવે તારી પાળે ‘વઢિયાર’ દેશ ‘ને ‘દુદકા’ ગામ ‘દરજી’ કુળમાં તારો મુકામ ‘કાનજી’ ભા એ કીધી ભક્તિ લાડ લડાવી આપી મુક્તિ જેવી જેને કરી આશ એને કરતી નવ નિરાશ જેના ઉપર તારી કૃપા દ્રષ્ટિ રાખે સદા અમીદ્રષ્ટિ સર્વ દેવીઓમાં તું છે શ્રેષ્ઠ રંક-રાય મા તારી કરતા વેઠ કુળદેવી મા બ્રહ્માણી માત રહેતી સદા એની સાથ સિકોતર પણ સાથે જમે તારા પરિવારને ખૂબ જ ગમે શું કરું માડી મુખે ઉચ્ચાર ! વંદન તુજને વારંવાર પાખંડી છું પણ દરિ તમારો સ્નેહ કરી મા તમે સ્વીકારો ભાવસાગરમાં ડૂબે નૈયા દયા કરો મા તારા છૈયાં કૃપા કરો મા સેવું ચરણ સેવકને મા રાખો શરણ બની સિહણ મા દેતી ફાળ મુકાવે મા જમના માર અન્નપૂર્ણા બની ભરે ભંડાર અન્નપૂર્ણાનો તુ જ અવતાર હેતે પકડો મા હાથ મારો વિકટ વેળાએ પણ સાથ તારો સેવક તો પણ તારે અનેક મારે મન તો તું છે એક કુળ કુટુંબની વૃદ્ધિ કરે અખૂટ ભંડાર એના ભરે બેઠી ગોખે બેઠી મસાણ વાગ્યા જેને તારા બાણ એના સઘળાં પાતક જાય પાપી મટીને પાવન થાય વંઝાને મા તું આપે તન ભૂખ્યાને મા આપે અન્ન કરુણાનો તું મા અવતાર જગમાં તારો જય જયકાર કુળ કુવાશીની વારે ધાય પળમાં પ્રગટ ત્યાં તો થાય નર-નારીનો જેવો ભાવ એવો કરતી દિલમાં સમાય સ્મરણ માડી તારું કરું કુકર્મથી મા ખૂબ જ ડરું માગું સુમતિ તારી પાસ કુમતિનો મા કરજે નાશ કળા તારી અપરંપાર કયા મુખે મા કરું વિસ્તાર ગાય પિંજર મહીં પે’સી અસૂરને મા નાખ્યો તે વે’શી એવો માડી તારો કોપ પળમાં થઈ જાય તું અલોપ દીન દયાળી દુઃખડા કાપે સાચો ન્યાય તું જ આપે તેલ તવા માંહી રમતી ભક્તોની મા નજર ના પડતી છતાંય ચારે બાજુ તારો પ્રકાશ ભુવા ભક્તો ના દિલમાં કરતી વાસ બની સરસ્વતી મારી જીભે કરો વાસ જેથી કુબુદ્ધિ કુદ્રષ્ટિનો થાય નાશ માગું સુમતિ સુવિચાર બાળક માગે સૌનો ઉધ્ધાર નથી કવિ નથી ભણ્યો પીંગળ છતાં રહેતી મારી આગળ છેલ્લે માગું તારું શરણ પૂજું માડી તારા ચરણ દેજે મા ઈર્ષાળુને આશીર્વાદ છૂટે એના મનના વિવાદ જનમ જનમ તારો દાસ સદા રહેજે મારી પાસ

સર્વને શાન્તિ આપતી, એ તો માની મોટી મહેર, કરે કૃપા ‘મા મેલડી’, એને તો સદાય લીલા લહેર

|| અસ્તુ || || ~ ૐ શાંતિ ~ ||   સાખી

દીન દયાળી દુઃખભંજની, કરતી લીલાલહેર સુખ સંપતિ તન વૃદ્ધિ કરે એ તો મા મેલડી તારી મહેર

મેલી મેલી સૌ કહે મેલી નહીં જરાય કૃપા કરે મા મેલડી, એના દુઃખ દરિદ્ર જાય

સેવક ચમનભાઈ એમ. દરજી ના જય માતાજી કંથરાવી

આરતી

સાખી: પરમકૃપાળી પરમેશ્વરી વંદુ વારંવાર જગ વિખ્યાત મા મેલડી તારો જય જયકાર

જગમાં જયજયકાર દયા દિલમાં લાવજો સદા સર્વદા દુઃખ દૂર કરી હે મા હેતલાવી હસાવજો

 • * * * *

ૐ જય મેલડી માતા, મા જય મેલડી માતા જાણું જગ વિખ્યાતા (૨) સેવક ગુણ ગાતા – ૐ જય બોકડ ઉપર સવારી માડી બહુ શોભે મા (૨) દર્શન કરવા કાજે (૨) ભક્તોના મન લોભે – ૐ જય

પરમકૃપાળી મા, ભક્તોની કષ્ટ હરતી મા (૨) દયા દિલમાં લાવી (૨) સૌને સહાય કરતી – ૐ જય

નિસદિન સ્મરણ માગું, માગું ચરણ સેવા મા (૨) પ્રેમ ધરીને અર્પો (૨) બાળકને મેવા – ૐ જય

વાંઝિયાને પારણાં બંધાવે, રોગીયાનો રોગ ટાળે મા (૨) મન વાંચ્છિત ફળ આપે (૨) સૌને હરખાવે – ૐ જય

આ કળિ કાળે આપશો પ્રત્યક્ષ સદા (૨) દયા કરી દુઃખ ટાળી (૨) આપે આવરદા – ૐ જય

અકળ કળા મા તારી મા અનેકરૂપ ધરતી મા (૨) પળમાં પ્રગટ થાતી (૨) આશા પૂર્ણ કરતી – ૐ જય

રણચંડી મા રૂપે, દેવીયોનાં દુઃખ ટાળ્યાં મા (૨) અસુર સંહારી જાતે (૨) દેવીયોના ભાગ્ય ફળીયાં – ૐ જય

માના ચરણે બેસી બાળક ગુણ ગાતા મા (૨) જનમ જનમનાં પાપો (૨) પ્રલય તો થાતાં – ૐ જય


ભાવ ધરીને આરતી, જે કોઈ ગાશે મા (૨) કુટુંબ કલેશ મિટાવી (૨) આનંદમય થાશે – ૐ જય

લિ. ભુવાજી સ્વ લખુભાઇ એમ દરજી ના જય માતાજી મુ. – દુદખા, તા. – સમી, જી. –મહેસાણા || અસ્તુ || || ~ ૐ શાંતિ ~ ||

|| શ્રી બ્રહ્માણી માતાય નમઃ || સાખી હંસવાહિની તુજને વિનવું, વળી લળી લળી લાગું પાય અવિચળ વાણી મા આપજે, મારી જીભલડી જસ ગાય

બ્રહ્માણી હું તુજને રટું, રટું દિવસને રાત રક્ષા કરજે માવડી, રાખજે બાનાની લાજ આરતી

ૐ જય બ્રહ્માણી મૈયા, મા જય બ્રહ્માણી મૈયા નિસદીન સેવા કરવા (૨) પાર કરો નૈયા... ૐ જય

હંસવાહન શોભતી જેષ્ટિકા હાથ ધરી મા (૨) કરમાં કમંડળ શોભે (૨) વેદિકા હાથ ધરી... ૐ જય

તું છે પરમ કૃપાળી મંગલની દાતા, મા (૨) સેવક શરણે આવે (૨) ગુણ તારા ગાતા... ૐ જય

તુ છે પરમ કૃપાળી, ભક્તોના ભય હરતી મા (૨) દુર્બુદ્ધિ દૂર કરતી મા (૨) આપે મા સુમતિ... ૐ જય

ગુણ તારા નીત ગાવા આવ્યો તુજ શરણે મા (૨) ભૂલ ભયંકર મિટાવી રાખો, તમે ચરણે... ૐ જય

તમે ગંગા ગાયત્રી, તમે લક્ષ્મી માતા મા (૨) તમે બ્રહ્માણી રુદ્રાણી (૨) દેવો ગુણ ગાતા મા... ૐ જય

માનો માહીમા અપાર, નારદ ગુણ ગાતા મા (૨) બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ (૨) આનંદ સુખ પાતા... ૐ જય

બાળક ચરણે બેસી આરતી માની ગાવે મા (૨) ભવભવના મા બંધન (૨) પળમાં દૂર પાવે... ૐ જય

              હર વૈકુંઠે જાવે... ૐ જય

લિ. ભુવાજી ચમનભાઈ એમ દરજી ના જય માતાજી મુ. – કંથરાવી, તા. – ઊંઝા, જી. – મહેસાણા

|| અસ્તુ || || ~ ૐ શાંતિ ~ ||