અખાના છપ્પા/વિચાર અંગ

વિકિસૂક્તિમાંથી
← વૈરાગ્ય અંગ અખાના છપ્પા
વિચાર અંગ
અખો
ક્ષમા અંગ →


પ વિચારે મળશે રામ, વનસમજ્યો લે કોનું નામ;

બોલે ચાલે જેવડે સુણે, તેને જીવ લેખે નવ ગણે;

કેમ અખા હરિ મલશે તને, કંઠે હાર પાચલ પડ્યો કને. ૩૭

પૂરો તે જે પૂરણ લહે, બીજા વેતાકેડે વહે;

જે નર દેખે સઘળે હરિ, પૂર્ણા ભક્તિ તો તેણે કરી;

જ્યાં જેવો ત્યાં તેવો રામ, અખા સઘળાં એનાં નામ. ૩૮

ધીર ધીર મન ધસતું રાખ્ય, કર્મ શાસ્ત્રની ના પૂચે સાખ્ય;

આગળ મને વિષયે લાલચી, તેને બ્રહ્મા દેખાડ્યું રચી;

અખા મોટું છે એ વાંકડું, જેમા કરડ્યું વિમ્ચીએ માકડું. ૩૯

સાચું કહેતા જુઠું સમે, પણ સુધી વાત સૌને ન ગમે;

જેમ દીવે અંધારું ટળે, બ્રહ્મ જ્ઞાને પરપંચા પળે;

જગતતણી જુગતી શું પ્રીત, અખા ના સમજે આતમ રીત ૪૦

ત્રણ ગુણોનો સઘળો સંસાર, ગુણા વડે ચાલે દેહવ્યાપાર;

કાલા ભરાવ્યે ચાલે ગાંઠ, મન આદિ સઘળો આ ઠાઠ;

અખા વસ્તુની ચૈતન શક્તિ, જે સમજ્યા તે પામ્યા મુક્તિ. ૪૧

હું નહીં ગુણ ઇઁડ્રિ દેહવાન, પ્રકૃતિ નહિ મુજ માન;

મુજમાં સહુ હું સર્વાતીત, હું છું ત્યાં નહીં દ્વૈતાદ્વૈત;

અખા એમ સમજી રહે જેહ, જિવન્મુક્ત યોગેશ્વર તેહ. ૪૨

પ્રીછે તો ગુણ પારે રહે, ગુણમાં આવે તેને દહે. ;

જે ઉડ્યો જાયે આકાશ, તે નોહે પૃથ્વીની પાસ;

અખા એમ સમજ્યો ત હરિ, તેને સરખી દરી સુંદરી. ૪૩


હં બ્રહ્મ જાનીને રહે શબ્દ પ્રવાહમાં શેને વહે;

વસ્તુ વિચાર વિના અન્ય અભ્યસે, જેમ કંચન તે કથીરે ધસે;

અખા સમજીરે તું મનમાંહી, બીજાની નવ ઝાલીશ બાંહી. ૪૪

અખાના છપ્પા