લખાણ પર જાઓ

અખાના છપ્પા/મહાલક્ષ અંગ

વિકિસૂક્તિમાંથી
← સૂઝ અંગ અખાના છપ્પા
મહાલક્ષ અંગ
અખો
વિશ્વરૂપ અંગ →


ત્ત્વ પદ કહાવે ત્રણ્ય, દેદે જેનું કર્યું વિવર્ણ;

કૈવલ્ય ઇશ્વર ત્રીજો જંત, તેને જાણે પંડિત સંત;

જુક્ત ભલી સમજવા મન, એ જ અખા અધ્યારોપા અન્ય. ૧૪૨

જેમ છે તેમ રહી શકતો નથી, જીવને ટેવ પડી ધરથી;

અંતર્ભૂતને પ્રેરે માય, સંકલ્પ વિકલ્પ મન કર્તું જાય;

અખા એ બીજો અહંકાર આપ નહીં તો નહીં સંસાર. ૧૪૩

યું નોતું હમણાં નથી થવા, રહ્યા સંકલ્પ ઉપજતાનવા;

નિયંતા ઈશ્વર હું નિમિત્તા જીવ, મારે પુરાતન કર્મ સદૈવ;

એકા કેવા ને કો નવ રહ્યો, જ્યારે અખા ભ્રમ મૂળગો ગયો. ૧૪૪

અંતર ઉપજી મોટી બલા, હું ભુંડોને હરિ તે ભલા;

બે આરોપણ બે ને વિષે, એને વેદ માયા કરી લખે;

અખા ઉપજતું રહે જો એહ, પ્રાયે જાણે કૈવલ્ય તેજ. ૧૪૫

દબદમાં ઉપજે તે જીવ, જીવના કલ્પ્યા ઇશ્વર શિવ;

જ્યારે જંતે તપાસ્યુ આપ, રજ્જુ નહિ તો શેનો શાપ;

અખા તેમનું તેમ સદાય, બંધમો્ક્ષ વણ સમજ્યા ગાય. ૧૪૬

વાત અલૌકિક અનુભવ તણી, પ્રપંચપારે રહેણ આપણી;

પઁખી ઓછાંયો પડિયો જાળ, પણ પોતે ઉડે અલગ નિરાળ;

અખા જ્ઞાનીની એવી કળા, વર્ત્યા જાય તે ઉપરછલા. ૧૪૭

ખા સમજ તે સાધનરાજ, બેઠાં બેસાર્યાં સીઝે કાજ;

નર નૌકામાં આસન કરે, બેઠો બાધી પૃથ્વી ફરે;

કાયકલેશ કરવો નવ પડે, સુજ સમજમાં સર્વે જડે. ૧૪૮

સૂજ વિના સઘળામ સાધન, વધ્યે અદકા દંનેદંન;

ઘાણીનો બળદા ઘરમાં ફરે, દશ ડગમાંહે થાકી મરે;

એમ અખા સઘળો સંસાર, સમજવિના નહીં પામે પાર. ૧૪૯

અખાના છપ્પા