લખાણ પર જાઓ

અખાના છપ્પા/વૈરાગ્ય અંગ

વિકિસૂક્તિમાંથી
← કવિ અંગ અખાના છપ્પા
વૈરાગ્ય અંગ
અખો
વિચાર અંગ →


જો ઉપજે તો ભલો વૈરાગ્ય, બીજાં કૃત્યનો ના ચપે પાગ;

હેલામાં હરિ પામે વેદ, જો ઉપજે સાચો નિર્વેદ,

જ્યમ ફુલ પાછળથું ફળ નિદાન, અખા વૈરાગ્ય તે પરમ નિધાન. ૨૪.

વૈરાગ્ય વિના તે ઉપજે ખેદ, મારું તારું ભેદાભે;

એ સત્ય વૈરાગ્ય ગોળીની ખોટ, લાગે તો થાએ લોટપોટ;

જો ભાગે અખા પર કે પાગ, તોય ટળે તે ઉડવા લાગ. ૨૫

ત્ય વૈરાગ્ય સ્વામીનું હૃદે, મહા પુરુષ સર્વે એમ વદે;

જે વૈરાગ્ય દેખાડે કરી, એ તો મના કેરી મશ્કરી;

પલકે પલકે પલટે ઢંગ, એ તો અખા માયાનો રંગ. ૨૬

સૂરજ તેમ સાકો વૈરગ્ય, પડતાં ના જુવે જાગ્ય કુજાગ્ય;

સહુને તેજા કરે તે સહી, પડચાયો પોતામાં નહીં;

જ્યાં ઉપજે સાચો નિર્વેદ, નોહે અખા ત્યાં ભેદાભેદ. ૨૭

ત્ય વૈરાગ્ય સ્વે જાણો હરિ, યાં માયાને શું ગ્રહિયે આદરી;

જેમ નવ ગૃહનાં રત્ન મૂલવાય, પણ પારસ્નું મૂલા ન થાય;

અખા તે વૈરાગ્ય વિચાર, વેશ તુંને નહિ મૂકે પાર. ૨૮

તિ કહાવે તો મનને જિત્ય, બાકી જે કરશે રીત્ય;

ચાર વર્ણ ને આશ્રમ ચાર, જ્યાં અવતરે ત્યાં વેષ વ્યવહાર;

અખા વાત પામ્યો શી નવી, એ લાગું તે છૂટ્યો ભોગવી. ૨૯

મ સમજે નર પામે પાર, જે તું પ્રથમા હતો કર્તાર;

મુજ જાતે જે રે છે હરિ, વચ્ચે હું રહ્યો માથે કરી;

અખા એમ વિચારી રહે, શીશ પોટલો નાખી વહે. ૩૦

ગોળે મરે કાં શોધે વખ, તપી ભમી કાં પામે દખ;

ફરતા ફરતા દીસે ઘણા, જેમા તાતી વેળુમાંહે ચણા;

અખા ઉડી જો અળગો પડે; વસ્તુ વિચાર સદ્ગુરુથી જડે. ૩૧

હેત વિના પ્રવૃત્તિ વધે, હોંસે કુબુદ્ધિ બેસે ગધે;

દેખાદેખી સહુ કોઇ કરે, કોણા જુવે જે શું છે સરે;

અખા જો વિચારી જુવે રોતા દેખી સહુ કોઈ રુવે. ૩૨

રમં ઘાયલ મન કામના, કરે કર્મામોહ્યાં દામ ચામનાં;

કુલે શેકે કેમા નિર્વાણ, જો નહીં ઉપજે આતમ જાણ્ય;

સૌનામાં સૌ ઉપજે મરે, અખા સમજ તે મોટી સરે.૩૩

ભૂનાં ભાંડ એક જોતાં શરુ, લાગ્યો અગ્નિ કહાવ્યું ઠીકરું;

તેમ જીવ શિવ વસ્તુગત એક, અહંતા કેરી લાગી ટેક;

અખા જીવ અહંતા ભાગ, ઉજ્જ્વલમાં જેમ કાળો ડાઘ. ૩૪

ગમ પંથમાં મોટો ભલ્લ, ચાલી શકે કોય એક્લમલ્લ;

સામો મળે નવ વાંકો જાય, નિજ બાળ બળિયો ત્યાં ઠેરાય;

બાકી અખા હોકારા કરે, ભૂમિ વિના કોઇક પગ ધરે. ૩૫

ણ ખાંડે જગતીમાં જિત્ય, જો કોઇ સમજે આતમ રીત્ય;

જાઇશ માં ખોવા પામવા, ઇચ્છિશ માં ટળવા ને થવા;

પ્રવૃત્તિ નિવૃત્તિ દાસે છે બે, જોઇ અખા તો એ ધેર રહે. ૩૬

અખાના છપ્પા