અખાના છપ્પા/સંત અંગ

વિકિસૂક્તિમાંથી
← ભક્તિ અંગ અખાના છપ્પા
સંત અંગ
અખો
માયા અંગ →


શરથ પહેલો હતો જે રામ, નંદ વસુદેવ પહેલું કૃષ્ણ નામ;
ચોવીશે તેમાંથી થાય, પણ તે કાંઇ આવે ના કે જાય;
અવિનાશી લેશે તે સંત, ત્યાં કારણ નહિ દર્શના ને પંથ. ૪૬૮

દ્વૈતા ભાસી તે નોહે સંત, જેમા બે બાજુના હસ્તી દંત;
મનમાં આશા માયા તણી, કીરત બહાર ચલાવે ઘણી;
બ્રહ્મા ભરોસે આવ્યો ભ્રમ, અખા સરાંણે ઊગર્યો શ્રમ. ૪૬૯

ગમ પંથ તે જઈ નવ શકે, જૂઠું અન્ન શ્વાન જા ભખે;
પરાધીન રહે દેહવાન, બુદ્ધિવોણાને નહિ ત્યાં સાન;
અખા અણજાણ્યું રહ્યું આપ, જન્મ ધરે સાથે પુણ્ય પાપ. ૪૭૦

જો ભુંડા તું ચે ચિદ અંશ, જોને વિચારી તારો વંશ;
તું રાજ પુત્ર કાં દીનમાં ભળે, કાં વિચાર વોણો ઘરઘર ફરે;
નિજ પદ બેસી ટળી જા જંત, એમ અખા પદ પામ્યા સંત. ૪૭૧

પૃથ્વી અપ તેજ વાયુ આકાશ, એ જાણજો પોતે અવિનાશ;
હંસ ભખે કમળના તંત, તેમ આપ વિચાર કરે મહંત;
કલણા રહિત કોઇ નિર્બઁધ, નર આકારે અખા ગોવિંદ. ૪૭૨

નિર્દ્વદ્વિ અંતર્ગત મુદા, કૃપાવાના ધીરજવંત સદા;
રાગ વિરાગ નહિ ત વિષે, અહંકાર નિરંકાર કો નવ લખે;
નિરાધાર અખો કે વીર, જગત તૃણ્વત સહિત શરીર. ૪૭૩

બ્રહ્મ વેત્તા રહે તુર્યાપાર, તો બાહ્યદૃષ્ટિ શો કરે નિર્ધાર;
ત્રણ અવસ્થા સૌને વિષે, તુર્યા ઊલાંઘીને કોણ લખે;
જેહ લખે તેવા તે થાય, જથારથ અખા રહીને જાય. ૪૭૪

બ્રહ્મવેત્તાને જીવ નવ કળે, રાત દિવસા એકઠાં ના મળે
ત્યાં કળણ નહીં ને જીવ અચેત, શિવપદ બેઠાં સર્વ લે હેત;
ઉંચે આસન બેસે કોય, નીચી ભૂમીકા દેખે સોય. ૪૭૫

ગત દૃષ્ટિ તે ચર્મને વિષે, બોલનારાને કોય નવ લખે;
પાંચ તત્વની ઓથે રહે, હાથોહાથ અખા બોલે લહે;
દ્રશ્યો હોય તો કહેજો હા, વિનદર્શના વયો વા. ૪૭૬

સુવર્ણાગર સોનીને ભોગ, બીજા લોકને ન મળે જોગ;
તે સસલાં જાણી મોકી જાય, અનુભવી હોય તે કરે ઉપાય;
અનાયાસ થાય એક ભવી, રિદ્ધ પામે અખા અભિનવી. ૪૭૭

ણ પામી રિધ્યનું ઘર લહ્યું, ચિત્ર વિચિત્ર જેને વિષે રહ્યું;
શુદ્ધ બુદ્ધે વિચાર જ કર્યો, બીજો ઉપાય નથે ઉકલ્યો;
ઉત્તમ મધ્યમા સ્વપ્નાં કૃત્ય, જાગે અખા થાય સર્વે વ્યર્થ ૪૭૮

દેહ સૌ એની દ્રષ્ટે પડે, દેહી કોય ના મીટે ચડે;
ભાત પડે ચે પોત જ વિષે, રચન ઘાટ ઘાલે પારખે;
કેવામાં પ્રીચે જે સાન, અખા અગમનું આવે માન. ૪૭૯

બીજે ઉપાયે હરિ નવ મળે, કોટી જન્મ લગે આફળે;
કમળ ઉપર જળ ઝાંકળ પડે, તેમા તેમા સૂકે કે સડે;
જેથી ઉપન્યો તેજ હજૂર, બીજો ઉપાય અખા પડે દૂર. ૪૮૦

જેને તું જાણે આકશ, તે તુંજ વિચારી જોને પાસ;
તે નોહે ખૂણે ખાંચરે, પ્રત્યક્સ મુખે મુખ વાતો કરે;
સંકલ્પ ચઢ્યા ના દીસે દેહ, તેમા અખા રહ્યો ચે તેહ. ૪૮૧

ભોગ કાજ ઉધ્ય્મ કાં કરે, તુજને ભોગ ખોળતો ફરે;
વણ વાંછ્યો આવે જેમ રોગ, એણે લેખે જાણે ભોગ;
કર્ત્તાએ કીધું તુજ કાજ, નવ મૂકે અખા મહારાજ. ૪૮૨

ખા એમ કાં લેવાને ધસે, અવધવોણો તે કેમ આવશે.
કાળે દ્રુમ વિણ વાંછા ફળે, ઋતુવિના ફળ શોધ્યાં નવ મળે;
જેમ મૂર્ખ સૂર્યને લેવા જાય, વાણે ઉદય આફણીયે થાય. ૪૮૩

મ જાણી ધીરજ મન ધરે, અજગરા વ્રત મહાપુરુષ આદરે;
જો જાણે મધ્યે કિર્તાર, ફોકટ હું થઇ કાં વહે ભાર;
ચક્ર્ચૂડામણ તારો તાત, ધીરજ ધરે અખા સાક્ષાત. ૪૮૪

હાર આશાએ જીવ સૌ થાય, આશાએ દેવ ક્સીરસાગર જાય;
આશાએ તપિયા દેહને દમે, આશાએ વ્રત તીર્થ સૌ ભમે;
રાય રંક આશાના દાસ, આશા અખા માયનો પાસ. ૪૮૫

જ્યારે પદ બેઠો નહિ રાસ, ત્યારે રવિ જ્યોતિ હોય પ્રકાશ;
કૃતકૃત્ય કહીએ મહપુરુષ, જેનો આસપાસ ગયો અમ્રખ;
જેમ વાદળ ટળે નિરાળો સૂર્ય, અખા પ્રકાશ તો આશા દૂર. ૪૮૬

જીવા શિવમાં અંતર કાંઇ નથી, જેમ રૂપું નરું કહાવે જળવંતી;
જળનામે રૂપું સંત તેમ, આશા ઘટે શિવ અવ્યક્ત જેમ;
સદ્વિચારે આશા જાય, અનાયાસે અખા વસ્તુ થાય. ૪૮૭

દ્વિચાર વડે હરિ મળે, બીજે ઉપાયેક્લેશ નવ ટળે;
જેમ જેમ તેનો કહે ઉપાય, તેમ જીવપણું જાડું થાય;
જ્યારે પદ બેશે નહિ રાશ, ત્યારે સ્વે અખા સચરાચર વાસ. ૪૮૮

અખાના છપ્પા