અખેગીતા/કડવું ૧૬ મું - જીવન્મુકતનો મહિમા - ૨
← કડવું ૧૫ મું - જીવન્મુકતનો મહિમા -૧ | અખેગીતા કડવું ૧૬ મું - જીવન્મુકતનો મહિમા -૨ અખો |
કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૧ → |
વળી કહું તત્ત્વદર્શી પુરુષજી, સેહેજ સ્વભાવે જેવા ક્લ્પવૃક્ષજી;
સન્મુખ રહે કલ્પાંતકાળે, મહાપુરુષ મોટી દશા;
તે અન્ય દેહની પરે જાણે, જે માંહે પોતે વશ્યા. ૧
પોતાનો દેહ આદ્ય દેઈને, મોથ્યા દેખે સર્વને;
ચૈતન્ય તો સઘળેજ સરખું, તો કોણ ધરે દેહગર્વને૩. ૨
કીટ પતંગ બ્રહ્માલગે, પૂરણ દેખે આતમા;
દૃષ્ટતત્ત્વ૪ ઉપનું જ્ઞાન જેહને, તે ભૂલા ન પડે ભાંત્યમાં૫; 3
જન્મઅંધ જેમ રૂપને, જાણે નહિ નિરધાર;
અધાસ૬ નહિ તેહને દેહવિષે, સુણે શબ્દના ભણકાર૭. ૪
તેમ જ્ઞાતાને પિંડજ નહિ, નહિ ત્યાં પરને આપ;
દેહદર્શી૮ જે હોય ભાઇ, તેહને તો પુન્ય ને પાપ. ૫
જેમ અંજનવિદ્યા૯ હોય જે કને, તે જ્યાં ત્યાં દેખે ધન;
વિદ્યાવિના ઘર- મધ્ય દાટ્યું, ન જાણે કો જન. ૬
ધનદર્શી જેમ ધન દેખે, પણ મધ્ય ન દેખે ભોમ્ય;
આવરણ૧૦ છે પણ આડ્ય ન કરે, તેને સાવ૧૧ નિરંતર વ્યોમ૧૨. ૭
તેમ મહાકળા છે મહાપુરુષને, અણલિંગી અભ્યાસ;
સ્થૂલતા દર્શન-શરીરે૧૩, સેહેજે થયો સમાસ. ૮
દેહાધ્યાસે દોષ સઘળા, દેહ તેજ સંસાર;
દેહ તેને સર્વ સાચું, પાપ પુણ્ય અવતાર. ૯
કહે અખો સહુકો સુણો, લક્ષ મોહોટો મહંતને;
________________________________________
૧ ઇર્શ્યા. ૨ બ્રહ્માના દિવસના અંતસમયમાં. ૩ શરીરના અભિમાનને. ૪ આત્મતત્ત્વનું ૫ નામ્રૂપમાં. ૬ એકપણાની ભ્રાંતિ. ૭ ભણકારા-ગુપ્તઅવાજ. ૮ દેહનેજ જોનારો. ૯ સિધ્ધાંજનની વિદ્યા ૧૦ ઢાંકણ. ૧૧ બધું. ૧૨ આકાશ. ૧૩ આત્મારૂપ શરીરમાં.
(પૂર્ણ)