લખાણ પર જાઓ

અખેગીતા/કડવું ૩૭મું-વસ્તુનું માહાત્મ્ય

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૩૬મું-અદ્વૈતપદની દૃઢતા અખેગીતા
કડવું ૩૭મું-વસ્તુનું માહાત્મ્ય
અખો
કડવું ૩૮મું-વસ્તુની અદ્વૈતતા →


રાગ ધન્યાશ્રી

વસ્તુ કેરૂં વક્તવ્ય[] નવ કીધું જાયજી, જેહનો મહિમા મોટો પ્રાયજી;
જેમ અર્ણવનું નીર જમાયજી, પણ બાંધ્યો સાયર તેમ રહ્યો જાયજી.


પૂર્વછાયા.


સાયર તેમનો તેમ છે, તેમ મહાપદની મોટમ[] ઘણી;
તીરે કહીં એક લવણ જામ્યું, તો શી ઓછપ સાગર ભણી. ૧

જમાતે કાંઇ જાન[] ન હોયે, નીર નથી ઓછું થતું;
સેહેજ એશ્વર્ય માંહે બીપજે, ન જણાય જતું આવતું. ૨

તેમ જગત જગદીશ માંહે, ઉત્પત્તિ લય દીસે ખરી;
ઓછું અદકું કાંઇ ન થાય, સાગર દૃષ્ટાન્તે કરી. ૩

મહા મોટપ સ્વામી કેરી, રસનાએ નથી કહી જતી;
સુર્ત્ય જે સમઝી શકે છે, તે વાણીમાં નથી આવતી. ૪

ભાઇ મોટી દિશા જો પ્રગટે, તો કાંઈક મોટમ લહે;
મોહોટા અનુભવ પાખે[], એ બુધ કાંઈનું કાંઈ કહે. ૫

જો અનંત કોટ બ્રહ્માંડ છે, તો તેણીમેલે[] તેલ નથી;
મહા મોટમ મહારાજ કેરી, જો ચાલી શકે બુદ્ધિ હદથી. ૬

રસના એ કહિઆથી, જાણવામાં ભાર ઓછો ઘણો;
બ્રહ્માંડ કેરી ભાવના મૂકી, કરે વિચાર જો એ તણો. ૭

જે પદમાં સ્થિતિ કરીને, પછે જુવે બ્રહ્માંડને;
તો બ્રહ્માંડને ઠામ અણુ ન દીસે, તે શું પ્રમાણે પંડને. ૮

જેમ આકાશે કોઈ નર ચઢે, અતિશે તે આઘો જાય;
અવનિના[] અંકુર નાના, તે ન દેખે પ્રાય. ૯

કહે અખો સહુકો સુણો, આકાશ પૂર્યો મહંતને;
પિંડ બ્રહ્માંડ સ્વતંત્ર થઈને, દેખે તેહના અંતને. ૧૦

  1. વર્ણન
  2. મોટાઈ
  3. હાનિ.
  4. અનુભવવિના.
  5. તેના તરફ.
  6. પૃથ્વી ઉપરના.

(પૂર્ણ)

અખાના છપ્પા