લખાણ પર જાઓ

અનુભવબિંદુ

વિકિસૂક્તિમાંથી
અનુભવબિંદુ
અખો


 
કુંડલિયા

પરમધામ પરમાત્મ હરિ, પ્રથમ કરૂં પરણામ;
પરમજ્યોતિ પરબ્રહ્મ સદા, જ્યાં નહિ રૂપ ને નામ.
ત્યાં અણછતો, થૈ પરણમું, વર્ણવુંવાજ્યવિલાસ []
જ્યાં મન વાણી પહોંચે નહીં, ત્યાં શું કહી સ્તવે [] દાસ.
નિર્ગુણમાં ગુણ અણછતા, આરોપી [] અખે ઓચર્યું;
સત્ય સત્ય પરમાતમા, હું નહિ એવી સ્તુતિ કરૂં. ૧

છપ્પય

નિર્ગુણ ગણપ્તિ નામ, ધામ ધર [] ગુણને આલે’
સ્તુતિ અંબરાતીત [], દ્વૈતનિર્લિંગી [] નરાળે.
ત્યાં આરોપ્યા ગુના ઈશ, શીશ ઢળે જેને ચંમર.
નિકટ રહે અષ્ટસિદ્ધિ, નિધિ નવ ને બહુ અંમર []
સુર વિણાધર [] તેથકે, ચિદ્શક્તિ મહા સરસ્વતી;
જમલો [] જાણી અખો સ્તવે, સર્વાતીત [૧૦] સર્વનો પતિ. ૨

અનુક્રમે કહું એહ, જેહ છે પ્રપંચપારે;
તત્ત્વમસિપદ [૧૧] જેહ, તેહ કહું વાની ઉચારેં.
કૈવલ્ય ઈશ્વર જીવ, ભેવ કહું વિવિધ વિચારે;
અંબરવત [૧૨] મન થાય, જાય ગુણ તત્ત્વજ ધારે;
____ ભક્તિ વૈરાગ્ય ધર, બોલે અખો વાની અમળ[૧૩];
એ ભાષા બ્રહ્મવિચાવિધિ, સઅમઝે તો નર જળકમળ [૧૪]. ૩

જાણીને જગદીશ, સહીશ સદ્ગુરુને નામી;
અવસર છે આ વાર, સાર શ્રીપતિ ભજ સ્વામી;
તે જાવું નથી દૂર, ઉર અંતર અવલોકી [૧૫];
ટાળ અસત અહંકાર, ચાર [૧૬] સ્થળે રહ્યો ઈ રોકી;
ચરણકમળ ગુરુદેવનાં, સેવંતાં સદ્ય હરિ મળે;
જેમ અર્કતણા [૧૭] ઉધ્યોતથી[૧૮] , અખા અંધકાર સેજે ટળે. ૪

મહાપદ તેજ મહંત, સંત શયાળા જાણે;
જ્યાં લઘુબુધનો [૧૯] નહિ લાગ, વાક્ય વિચિત્ર વખાણે;
મનસા વાચા કાયા, પાયાવન [૨૦] પંથ વિચરવો;
સગુરો જાણે સંચ, પંચપર [૨૧] અનુભવ ધરવો;
લિંગચતુષ્ટયવિણ [૨૨] અખા, ચિદ યોનિ [૨૩] ચહુ દિશ ભર્યો;
નિરાલંબ નર નાગ સુર, અલગ રહ્યો સત [૨૪] આવર્યો[૨૫]
 
નહિ તેજ ને તોયે [૨૬], દોયા નહિ અવનિ [૨૭] વાએ;
આકાશથી આઘુંજેહ, નિગમ[૨૮] ત્યાં નેતિ ગાએ;
ત્રિગુણ નહીં તે શૂન્ય, પુન્ય નહિ પાપ ના ધારે;
રક્ત પીત નહિ શ્વેત, શ્યામ નહિ નીલ વિચારે.
ગતિ અવગતિ તે ત્યાં નહીં, તો કહો વિચાર કૈ પેર વદે;
અંબરવત[૨૯] ત ઇશને , ઓળખ અખા સદ ગુરુ રુદે [૩૦]. ૬
 
દેશ વિદેશા ના ભાત, જાત નહિ વર્ણ વિચારે;
દૃશ ષટ અષ્ટ ને એક [૩૧], ચેક પરપંચની પારે;
ભાનું ભુવન મધ્ય વાસ, ઉજાસ અંબરથો આપે;
એ જગત જાળ જંજાળ, કાળ માયા શિર થાપે;
આપ અંબુ અંબુજવિધ [૩૨] , અલગ રહ્યો જળથી અકળ;
સહેજ વિલાસ શ્રી હરિ તણો, સમઝ અખા વરતે સકળ. ૭

મહાપદ એ મરણ, ચરણ વિણ [૩૩] ચિદ્માં દીસે;
અવલોકે બહુ લોક, જેમ મુખ વિના અરીસે;
જેમ દીપકને એક દેહ, તેહથી થાય અનંતા;
તેમ વસ્તુ વિશ્વ ઉત્પન્ન, અન્ય નહિ આપ નિયંતા;
લોક ચૌદ લગી વિસ્તર્યું, અંબર આઘું એમ લહ્યું;
અખા આપ વિસ્તાર વિધ, જગત ભેદ જાની કહ્યુ6. ૮

હવે અવનીનો કહું અર્થ, વૃથા રહે અવસર ખોતા;
સહેલે જે સમઝાય, કાય મન સ્થિર કરિ શ્રોતા;
ભૂત ભુવન વૃક્ષ ધાત, સાત [૩૪] વાસ્નાદિક અનુપે;
સુર નર નાગ વૈકુંઠ લગેં, દૃષ્ટે દીસે જે સહુ;
અખા અવની એક તેમ, આત્મા વ્યાપી રહ્યો બહુ. ૯

વલી કહું એક દૃષ્ટાંત, શાંતિ મન સુણતાં પામે;
પુરુષે કરીયું શયન, ઘેન જેમ જાગ્રત વામે;
વધ્યો સ્વપ્ન સઅંસાર, પારણે પોઢ્યો રોજે;
હય હસ્તી નહિ પાર, ચાર પ્રિય પુત્ર બિરાજે;
લક્ષકોટિ રૂપે અખા, જંત જેમ એક વિસ્તર્યો;
સર્વાતીત એમ આત્મા, એ પરે સભરો ભર્યો. ૧૦

જેમ વારિધ કેરૂં વારિ, સઅકળ દિશામાં ચાલે;
ઊગરતું રહે અંબુ, સર્વ ઢળી આવે ઢાળે[૩૫];
તે નામ નદીનું ધરાય, ન્હાય સહુ મહિમા ભાળે;
ગર્વ ભરી ગાજે અખા, સરૂં ન લહે સરિતા સહી;
જેમ સાગર તેમ શ્રી હરિ વચેં, જીવ નદી થઇ હું વહી. ૧૧

જીવ થતાં જંજાળ, કાળ માયાવશ પડિયો;
પિતૃ ઋણ ગ્રહા દેવ, સેવની વણજે જડિયો;
ધન દારા સુત માત, તાત જીવિકા વશ વરતે;
આંધક ન્યૂનતા જોઇ, તોય છુટે નહિ મરતે;
અનસમઝે અહમેવ [૩૬] વશ, મર્મ ના સમઝે મંદમતિ;
પ્રપંચ્માંહી પચ્યો અખા, જેમ સર્પ પરશે વણ સે દધિ.[૩૭] ૧૨

અકસ્માત ઉલાળ, કાળા જોગે દેહ કરણી;
તેમ આત્મ ઉદ્યોત, જ્યોતિમધ્યે આવરણી;
જ્યારે ઉઅપ્જે ભાવ, સાવા સ્વતંતરા થાવા;
પ્રગટેભક્તિ વિરાગ, માગ જડે નિજ ઘર જાવા;
ચરણકમલ ગુરુદેવને, શરણ જતાં ચિદ [૩૮] ઉપજે;
સદ્ગુરુ પરમ શુદ્ધ શોધતાં, અખા પામી લે વરા વિજે. ૧૩
   
 સાન સામી કહે સંત, જંત હરિ દેખે જ્કમલો;
ઉજ્જ્વળતા જેમ થાય, જાય જો કાશળ [૩૯] કમળો [૪૦];
અહમેવ વર્જિત અંગ, લિંગા લીન થાયે લેખે;
સમી જાય સકલ વિકાર, પાર મન પામે પેખે;
આલોચે અંબરવિષે, લીન થાય લક્ષે કરી;
જંત જાય નિજ આલયે [૪૧], અખા જાલ સર્વે પરહરી. ૧૪

જેમ વર્ષા ઋતુ જાય, શરદ ઋતુ રૂડી દીસે;
દામિનિ[૪૨] દોડી પલાય, વાય મન હળવા હીંસે;
ચહુદીશ ચમકે ચંદ, દ્વંદ્વ બો મનનો ભાંગે;
તેમ ભાંગે ભવભ્રાંતિ, કાંતિ જેમ દ્વિતીયા આગે;
વિમળ વપુ હોય વારિ, ચતુર લિંગા દેખી લહે;
ચિદાકાશ ચિનમય અખા, ધ્યાતા ધ્યેય સમરસ રહે. ૧૫

જેમ દીપક તે વહની, વહની દીપકા નહિ દોએ;
તેમ સેવક સ્વમી જાન, વાણી કેવાની હોયે;
જેમ સૂરજ ને કિરન, ચરન સંમુખ જેમ દેહે;
તેમ ચે આ વ્યવહાર, પાર જડે જુવે તેહે;
જીવાન્મુક્ત કહેવાય અખા, વચન ન લાગે તે સ્થળે;
ગુરુગમે આલોચતાં, સહજપણે સર્વે કળે. ૧૬

ક્યાઠો ક્યાંયેજાય, કાંઇ નહિ કશો જ કે’વા;
વચન તહાં ન સમાય, જાય કોન કેને લેવા;
ક્યાં ચે તે વણ ઠામ, ધામથી દૂર કે નેડો [૪૩];
ક્યાં ચે ઉંચ નીચ, ક્યાં ચે મધ્યે કે છેડો;
કાંઇ અવકાશ નહિ તે વિના, અધિક ન્યૂન નહિ શું કરૂં;
શ્યાથી શું કાઢું અખા, શ્યામાં શું લાવી ભરું. ૧૭

કેને કહું હું મર્ત, તર્ત જો જીવતે દેખું;
કેને કહું હું સ્થૂલ, મૂળા જે સક્ષમ પેખું;
 કેને કહું હું મહાભાગ, લાગા નહિ હીણો કે’વા;
કેને કહું હું નીચ, ઊંચ સ્થળ નહિ કોઇ રે’વા;
વેત્તા [૪૪] વિણ વિજ્ઞાન વિના, કોણ અખા કેને કહે;
જ્યાં નહિ શબ્દ ઉચ્ચાર વિધિ, ચિદાકાશ ચિદ માં લહે. ૧૮

નહિ લેનારો કોય, દોય નહિ દિલમાં ધરવા;
એવું અચરજ એહ, ચે નહિ પંથ વિચારવા;
જ્યાં નહિ શબ્દોચ્ચાર, સઆર ચે ત્યંહાં જાવા;
ઉપાય ઉપાયાંતર નહીં, તહાં છે કાંઇક સાવા;
આપ મરતાં એ અખા, સેહેજે સહજ સરાઇયેં;
લેખે લિંગ લાગે થકે, વણ બોલે શું ગાઈયેં. ૧૯

જેમ રુદના રણમાંય, કરે ત્યાં કો કોણ વારે;
તેમ જાણવાં કર્મ, ધર્મ સહુ અર્થ જ સારે;
તિમિર ભરીને પાત્ર, -થકી જન રહ્યો ઉલેચે;
જેમ કુસુમ [૪૫] આકાશ, તાસ [૪૬] લહિ ઘર ઘર વેચે;
તેમ અધ્યાતમજ્ઞાનવિના, કૃત્ય સકલ જાણે અખા;
મંદમતિ માની રહ્યા, કરતા દીસે પખપખા [૪૭].૨૦

કૈ કરતા દીસે ગાન, તાનને સાધન માને;
કૈ વર્ણાશ્રમા અભિમાન, -વાન અસમંજસ [૪૮] ભાને;
કોય સાધે અષ્ટાંગ,સ સાંગ કાયાકૃત જાણે;
કો કરે પૂર્વ જ દેવ, સએવ અધિકતા આણે;
એ સર્વે કાયક્લેશ છે, મન મલિનતા એ સહી;
અખા તક્રના [૪૯] પાનથી, અંગ તાપ ઉપજે નહીં. ૨૧

કૈ ષડ્દર્શનના જ્ઞાન, -વાન જિહ્વાની અગ્રે;
કૈ ઈશ્વર થૈ પૂજાય, ગાય જશ નગ્રે નગ્રે;
કોય કવીશ્વર થાય, પાય પૃથી પતિ લાગે;
કોય થાય દાનેશ, ઈશ કર્ણાદિક આગે;
તહાં લગી જાણો અખા, ના શમી સઘળી વાસના;
લિંગનો ભંગા થયા વિના, સર્વે મનની ઉપાસના. ૨૨

ભૂત ભવિષ્યની વાત, સાત કોય કૈને આલે;
કો કહાવે ત્રિભુવન્નાથે, હાથ મુખ બીડી ઘાલે;
કોઈક સુર તેત્રીશ, ઈશને એ અજ દેખાડે;
કો કરે પ્રૌઢી[૫૦] કાય, અંડકટાહજ [૫૧] ફાડે;
તોએ તે જાણે અખા, માયાએ મર્કટ કર્યા;
વાસનાદોરી કંઠમાં, કાળનાટ્ય સાથે ફર્યા. ૨૩

માટે જન તું જાણ, વાની લે વિવિધ વિચારી;
તે ન્હોય કવિત ને ગીત, દ્વૈતનું મૂલ સંસારી;
જે કાપે નિજ અંગ, ભંગા કરે ચતુરા દેહનો;
તે છે ખાંડું એહ, છેહ જે જુવે તું તેહનો;
ગુરુતનિ દૃષ્ટે જોતાં અખા, ઘેન તે સર્વ વામિયે;
આજ્યાતણું [૫૨] જે પારખું, તે ખાંડશું ખાતાં પામિયે. ૨૪

સર્વે માયા જાણ, આણ મન મુળગે ઠામે;
આપથી બીજું તેજ, વિધન રે’છે નિજ ધામે,
જેમ રાજપુત્રનો ન્યાય, ઉપાય ત્યાં તેમજ કરવો;
જ્યેષ્ઠ કનિષ્ટક ભ્રાત, તાત્લગ વાંછે મરવો;
તે માટે અભ્યાસ તું કરી લે અખા એ વિધે;
દ્વૈતતણો આયાસ છે, તે ટાળે તમ કૈ વિધે. ૨૫

જે દેખે ત્રિભુવના ઇશ, તોય વિશ વિશ્વા [૫૩] માયા;
જે દેખે સિદ્ધવંત, અંતા નહિ અમરકાયા;
જો તું દેખે સ્વર્ગ, વર્ગા જાણે માયાનું;
ઉત્તમ મધ્યમ વાત, શાંત એ કૃત કાયાનું;
પસર્યું સર્વ સંકેલજે, મને માન્યું મિથ્યા થશે;
અખા એજ આલોચતાં [૫૪], સુરત સહજ તનમાં હશે. ૨૬

મોટા મંદિર બહાર, ચાર દિશ કાચો ઢાળ્યા;
નીલ પીત બહુ રંગ, ઢંગના ભેદો ભાળ્યા;
ઉગ્યો શશિ કાં સૂર, દૂરથી અતિશે ઝળકે;
દેખાડે બહુ રૂપ, ધૂપ વિવિધ પેર ચળકે;
અખા ઉપર અવલોકતાં, તહાં તેમનું તેમ છે;
તેમ ત્રિલોકી જાણજે, એક વસ્તુ વડે એમ છે. ૨૭

નવ ભુલ્કીશ તું ઘાટ, નાટ સૌ જાણે ખોટું;
પિંડ તેવું બ્રહ્માંડ, છાંડ સૌ નાનું મોટું;
સૂક્ષ્મ તેવું સ્થૂળ, સ્થૂળ સૂક્ષમ નહિં અંતર;
નારીકુંજર [૫૫] ચીર, ધીરે થઈ જુવે પટંતર.
પૂતલિ જોતાં બહુલતા, પૂતળિકા દૃષ્ટો પડે;
હસતી [૫૬] તેમ વિરાટ અખા, દિસે બહુલતા એવડે. ૨૮

એથી આઘો ચાલ, ઘાલ જામ આપક ખાવા,
છાંડ પિંડ બ્રહામાંડ, સ્થૂળ નથી કો ગાવા;
જીવ ઈશ્વરને દોય, કોય નથી એણે ઠામે;
સ્ત્રી કુંજર દૃષ્ટાંત, જંત ઈશ્વરને ધામે;
વિલ્યમાં કોઈ અખા , બુદ્ધિબળ પહોંચે નહી;
એ સ્થૂળ સૂક્ષ્મ દૃષ્ટાંતને, કોઈ ધીમંત [૫૭] શકે ગ્રહી. ૨૯

જેમ પર્વતની મોઢ, દીસે તેની તે માટે;
હોય કોશ દધ વીશ, તોયે નિકત એમ નાટે
તેવડે દીસે તેહ, એહ મરમ પરબ્રહ્મે;
નહીં બોલવા લાગ, પાગા છબે[૫૮] નહિ કર્મે;
તું એવું જાણી રહે અખા, લિઁગભંગ સહેજે હશે;
અન્ય ઉપાય જંજાળ છે, તે ટાળ્યે પ્રૌઢું થશે. ૩૦

સાધન સર્વ વિચાર, બુદ્ધિથી જોને શોધી;
હું નહિ તું નહિ તેહ, નહીં ઘર મૂક વિરોધી;
ગુરુ થા તારો તુંજ, નથી કોઈ બીજો ભજવા;
બાહ્ય સુરતને ટાળ્ય, વાળ્ય અંતરમાં સજવા;
જેમ છે તેમનું તેમ અખા, થયું ગયું કાંઈ નથી
આપે આપ આનંદધન, સ્વસ્વરૂપ જોયું નથી. ૩૧

એ અનુભવ પરમાન, જાણે જે રાખે રૂદિયે;
સમઝતાં સમઝાય, જાય નિશિ અરકને ઉદિયે;
એ અનુભવ ભાંખ્યો ઇશ, શીશ નમી પૂચ્યું ઉમિયા;
એ અનુભવ કહ્યો વિશિષ્ટ, તુષ્ટ યૈ રઘુપતિ બનિયા;
એ અનુભવ શુકદેવને, જનકા વિદેહે ભાખિયો;
એ અનુભવ નારદે અખા, વેદ વ્યાસ પ્રતિ દાખિયો. ૩૨

એ અનુભવ કહ્યો હંસ, બ્રહ્મસનકાદિક પ્રીછ્યા;
એ અનુભવ કહ્યો કપિલ, દિલ દેવહુતિ ઇચ્છ;
એ અનુભવ કહ્યો વેદ, ભેદ જે ચૌદમે[૫૯] કાંડે;
એ અનુભવ કહ્યો શુકદેવ, ભેદ જે સુણ્યો બ્રહ્માંડે;
એ અનુભવ પરિપૂર્ણ છે, ઠામ ન ઠાલું હરિ વિના;
સુર અસુર માનવી અખા, એ સમાઝ્યા વિણ નિર્ધના. ૩૩
એ અનુભવ કહ્યો કૃષ્ણ, પ્રશ્ન પૂછ્યો જો અર્જુન;
ગીતા અમૃત પાન, જ્ઞાન ગંગાજળ મજ્જન;
એ અનુભવ કહ્યો ભીષ્મમ ધરમપ્રત્યે પર્વ [૬૦] શાંતે;
એ અનુભવ અવધૂત [૬૧], શિવસુત પ્રતિ [૬૨] એકાંતે;
અખા એજ અનુભવ ખરો, જેણે મહાજન નીપના;
લિંગભંગ થયા વિના, સૌ સાધના કાળને સેવના. ૩૪

એક અજુનું દોજ [૬૩] ભોજ્ય ધૃત નાવે શતથી [૬૪];
જેમ ફુલીનો [૬૫] આહાર, ફાર દીસે બહુ વતથી;
જેમ બદ્રીનો[૬૬] વેપાર, સાર સહું ઉગરે તેહને;
જેમ ઝાકળની વૃષ્ટિ, અર્થે શું આવે મેને [૬૭].
તેમ અણલિંગિ અનુભવવિના, સઆધન જે સર્વે કહ્યાં;
આકનું [૬૮] ફળ શોભે અખા, પન તૂલ થૈ ઊડી ગયાં. ૩૫

પારસનો ધનવંત, અંત જેમ ધનનો નાવે;
તેને વસ્તુ નહિ દુઃપ્રાપ, ખાય પેરે જ્યમ ભાવે;
જેમ રવિરથ બેસે કોય, તેહ તો સર્વે દેખે,
જેમ પંખી મળે લખકોટિ, જોદ્યા નહિ અનળજ [૬૯] લેખે;
તેમ મહા અનુભવ આગળ અખા, કૃત્ય સકળ લેખો નહી;
પરબ્રહ્મની પ્રૌઢતા, તે રસના શું શકે કહી. ૩૬

એજ છપા ચતરીશ, ઈશ અજનું ચે જીવન;
એજ સુધારસા પાન, દેવ અંશીનું પીવન;
તત્ત્વજ્ઞાન ઉઅપ્દેશ, લેશ લહી તેહજ ધારે;
જે હરિનો અવતાર સાર ગ્રહી તેહજ ધારે;
જેમ ઘટમધ્યે આકાશ રે, તેમ સંસારી મધ્યમાં;
એ આરોપી કહે અખો, જો જાનો તે અવધ્યમાં [૭૦]. ૩૭

જણ્યો નહી કોય જંત, તન શું કાળું ગોરૂં
કેનો કૌં તાત માત, જનમા જ્યાં ન મલે છોરૂં;
છતે અણછતી વાત, ઘાટ આવે તો આવે;
વાંઝ્યતણો સુત જેહ, તેહ જતી રણ ફાવે;
અખા એજ અકથ કથા, સમજુ નર સમજી જશે;
અહા અનુભવ આકાશવત, પણ ખેતર સરખો [૭૧] ઉગશે. ૩૮

જે સુણશે નર નાર, સાર વસ્તુ તે સાશે;
બ્રહ્મ હેમાળો [૭૨] જેહ, દેહ ગળી જળમાં જાશે;
જેમ પવને જાય બરાસ, આડ્ય કીધા વણ ઊડે;
તેમજ બ્રહ્મ વિચાર, સઆર પામે સત ગૂઢે;
જે જાણો તે જાણજો , બુદ્ધિ મને એમ ઓચર્યું
નિમિત્તમાત્ર અખો કહે, જે જાણે તેણે કર્યું. ૩૯

આદ્ય અંત્ય ને મધ્ય, બુદ્ધિથી જુવો વિચારી;
તે તે કૈવલ્ય્વ્રહ્મ, શ્રમ ન લે નર ને નારી.
એ છપ્પા છત્રીશ, દઈસે છે મર્મની સાંનો;
ચાર કહ્યા ફળસ્તુતિ, વેશ તે બ્રહ્મદશાનો.
સર્વ મળી ચાળીશ અખા, સમજી જે ઉરમાં ધરે;
ચિદાનંદ ચિદ્ રૂપ તે, શ્રી અહ્રિ મુખથી ઉચ્ચરે. ૪૦

શ્રી અનુભવ બિંદુ સંપૂર્ણ
 

  1. વચનનો વિનોદ.
  2. સ્તુતિ
  3. કલ્પી
  4. ધરીને
  5. આકાશથી પર
  6. દ્વૈતના ચિહ્નથી રહિત
  7. દેવ
  8. સરસ્વતી
  9. બધાનો સમૂહ
  10. સર્વથી પર
  11. તે બ્રહ્મ તું ચે એવું વાક્ય
  12. આકાશના જેવું
  13. નિર્મળ
  14. જળમાંના કમળની પેઠે
  15. જો
  16. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. એ ચાર
  17. સૂર્યના
  18. પ્રકાશથી
  19. થોડી બુદ્ધિનો
  20. પગવિના.
  21. પાંચ ભૂતોની ઉપર
  22. સ્થૂળ સૂક્ષ્મ કારણ, ને મહાકારણ એ ચાર ચિહ્ન વિના.
  23. ચૈતન્ય રૂપ કારણ
  24. બ્રહ્મ
  25. ઢાંક્યો.
  26. પાણી
  27. પૃથ્વી
  28. વેદ
  29. આકાશ જેવા
  30. સદ્ગુરુના હૃદયમાં
  31. ૧૦+૬+૮+૧=૨૫ થી ૫૨
  32. કમળની પેઠે
  33. ચામડા વિના – શરીર વિના
  34. સાત ધાતુઓ
  35. નીચાણમાં
  36. હું જ
  37. દહિ
  38. જ્ઞાન
  39. દુઃખ આપનાર
  40. અજ્ઞાન રૂપ કમળો
  41. આત્મારૂપ ઘરે
  42. વીજળી
  43. પાસે
  44. જાણનનાર
  45. ફૂલ
  46. તેને
  47. પોતપોતાનો મત
  48. અયોગ્ય
  49. છાશના
  50. મોટી
  51. બ્રહ્માંડરૂપી કડાયાનેજ
  52. ઘીનું
  53. વસા
  54. જોતાં
  55. પુતળીઓનો હાથી
  56. હાથી
  57. બુદ્ધિમાન
  58. ઠરે
  59. શતપથ – બ્રાહ્મણના ચૌદમા કાંડમાં – બૃહદારણ્ય કોપનિષદમાં
  60. શાંતિ પર્વમાં
  61. દત્તાત્રેય
  62. કાર્તિકેય પ્રતિ
  63. દુઝણું
  64. સોથી‌
  65. ધાણીનો
  66. બોરનો
  67. વરસાદને
  68. આકડાનું
  69. આકાશમાં જ સ્થિતિ કરનારું પક્ષી
  70. હણી ના શકાય એવી સ્થિતિમાં – બ્રહ્મમાં
  71. ક્ષેત્ર સમાન – પાત્ર પ્રમાણે.
  72. હિમાલય