ઓખાહરણ/કડવું-૩૩
Appearance
← કડવું-૩૨ | ઓખાહરણ કડવું-૩૩ પ્રેમાનંદ |
કડવું-૩૪ → |
રાગ: સોરઠ |
સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;
ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી રે હો. ૧.
અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી તરત* મેલ્યું વાઢી રેં હો;
બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. ૨.
સહિયર રે; ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી;
મને સ્વપ્નામાંથી જગાડી રે હો. ૩
- શબ્દ ’તરત’ની જગ્યાએ ’વરત’ હોવું જોઈએ. (પુસ્તક પ્રિન્ટમાં ભૂલ)