ઓખાહરણ/કડવું-૮૧
Appearance
← કડવું-૮૦ | ઓખાહરણ કડવું-૮૧ પ્રેમાનંદ |
કડવું-૮૨ → |
રાગ:ધોળ |
પારવતીને પિયરનાં નોતરડાં રે,
બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે;
તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે,
તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે;
વરરાયને નાવણ વેળા થાય રે,
વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.