કલાપીનો કેકારવ/હૃદયક્મલની જૂઠી આશા
Appearance
← મધુકરની વિજ્ઞપ્તિ | કલાપીનો કેકારવ હૃદયક્મલની જૂઠી આશા કલાપી |
ભોળાં પ્રેમી → |
છંદ : શાર્દૂલવિક્રીડિત |
રે ભોળી! જલઝૂલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી-
જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?
આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!
એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!
એ પોચું દિલ તું સમું સુમન છે, તેણે ગૃહી આશ’તી:
જાણ્યું સૂર્ય થઈ પ્રફુલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;
ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું;
જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!