લખાણ પર જાઓ

ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી તરફ Languages શબ્દ સામે આવેલા ચક્ર પર ક્લિક કરી તેમાં 'Input' વિકલ્પ પસંદ કરી ગુજરાતી ભાષા પસંદ કરો અને તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.

કોણ પુન્યે કરી

વિકિસૂક્તિમાંથી
કોણ પુન્યે કરી
નરસિંહ મહેતા



રાગ પ્રભાત
કોણ પુન્યે કરી નાર હું અવતરી, શ્રીહરિ દીન થઈ માન માગે;
અમર અવગતિ કહે, અકલ કો નવ લહે, તે કમલાવર કંઠ લાગે.
યજ્ઞ યાગે યજી યોગ ધ્યાને ધરી, બહુ વ્રત આદરી દેહ કષ્ટે;
તોય તે શ્રીહરી, સ્વપ્ને ન પેખીએ, તે હરી નિરખીએ પ્રેમ દૃષ્ટે.
શેષ સુખાસન શેજ સદા સહી, ભુવન જસં વૈકુઠ કાહાવે;
તે પેં અધિક જે મંદીર માહરૂં, પ્રેમે પીતાંબર પલંગ આવે.
ભગતવછલતણું બિરદ પોતે વહે, વેદ પુરાણ એમ શાસ્ત્ર વાણી;
નરસિંહાચો સ્વામી ભલેરે મળિયો, કીધી કૃપા મુને દીન જાણી.