લખાણ પર જાઓ

ગુજરાતી કહેવતો/અ

વિકિસૂક્તિમાંથી
  1. અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.
  2. અક્કરમીનો પડિયો કાણો. (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહીં .)
  3. અધુરો ઘડો છલકાય ઘણો.
  4. અપના હાથ જગન્નાથ.
  5. અંતે ધર્મો જય, પાપો ક્ષય.
  6. અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.
  7. અન્ન એવો ઓડકાર.
  8. અતિની ગતિ નહીં.
  9. અક્કલ ઉધાર ન મળે
  10. અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
  11. અચ્છોવાના કરવાં
  12. અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
  13. અજાણ્યો અને આંધળો બેઉ સરખા
  14. અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
  15. અતિ ચીકણો બહુ ખરડાય
  16. અતિ લોભ તે પાપનું મૂળ
  17. અધૂરો ઘડો છલકાય
  18. અણીનો ચૂક્યો સો વરસ જીવે
  19. અન્ન અને દાંતને વેર
  20. અન્ન તેવો ઓડકાર
  21. અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
  22. અવસર ચૂક્યો મેહુલો શું કામનો ?
  23. અવળા હાથની અડબોથ
  24. અવળે અસ્ત્રે મુંડી નાખવો
  25. અંગૂઠો બતાવવો
  26. અંજળ પાણી ખૂટવા
  27. અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
  28. અંધારામાં તીર ચલાવવું
  29. અંધેરી નગરી ગંડુ રાજા