ગુજરાતી કહેવતો/ઉ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- ઉકલ્યો કોયડો કોડીનો
- ઉકરડાને વધતાં વાર શી?
- ઉજળું એટલું દુધ નહિ.
- ઉજળે લુગડે ડાઘ બેસે.
- ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન.
- ઉઠ પ્હાણા પગ પર.
- ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.
- ઉતર્યો અમલદાર કોડીનો.
- ઉતાવળે આંબા ન પાકે
- ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ )
- ઉંદરને ઉછાળો નહિ, મિંદડીને માલો નહિ, નાગર બચ્ચો કાલો નહિ, ને બ્રાહ્મણ ઘેર પાળો નહિ.
- ઉંબર બળતો ન જુએ ને ડુંગર બળતો તો જુએ.