ગુજરાતી કહેવતો/ઊ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- ઊંઘતો બોલે પણ જાગતો થોડી બોલવાનો છે.
- ઊંટના અઢાર અંગ વાંકા.
- ઊંટ કાઢતા બકરુ પેઠુ
- ઊગતા સૂરજને સૌ નમે
- ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
- ઊઠાં ભણાવવા
- ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
- ઊતર્યો અમલદાર કોડીનો
- ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
- ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
- ઊંઘ વેચીને ઉજાગરો લેવાનો ધંધો ખોટો
- ઊંચે આભ ને નીચે ધરતી
- ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
- ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
- ઊંટના ઊંટ ચાલ્યા જાય
- ઊંટની પીઠે તણખલું
- ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
- ઊંડા પાણીમાં ઊતરવું
- ઊંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય
- ઊંદર બિલાડીની રમત
- ઊંધા રવાડે ચડાવી દેવું
- ઊંધી ખોપરીનો માણસ
- ઊંબાડિયું મૂકવાની ટેવ ખોટી