ગુજરાતી કહેવતો/ખ

વિકિસૂક્તિમાંથી
Jump to navigation Jump to search
 1. ખણખોદ કરવી
 2. ખરા બપોરે તારા દેખાડવા
 3. ખંગ વાળી દેવો
 4. ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
 5. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
 6. ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
 7. ખાડો ખોદે તે પડે
 8. ખાતર ઉપર દીવો
 9. ખાય ઇ ખમે
 10. ખાલી ચણો વાગે ઘણો
 11. ખાળે ડૂચા અને દરવાજા મોકળા
 12. ખાંડ ખાય છે
 13. ખાંધે કોથળો ને પગ મોકળો
 14. ખિસ્સા ખાલી ને ભભકો ભારી
 15. ખીચડી પકવવી
 16. ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે
 17. ખીલાના જોરે વાછરડું કૂદે
 18. ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી.
 19. ખેલ ખતમ, પૈસા હજમ
 20. ખોટો રૂપિયો કદી ન ખોવાય
 21. ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
 22. ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર