લખાણ પર જાઓ

ગુજરાતી કહેવતો/ગ

વિકિસૂક્તિમાંથી
  1. હ ગુજરી ભૂલી જ જવાની હોય
  2. ગઈ તિથિ જોશી પણ ન વાંચે
  3. ગગા મોટો થા પછી પરણાવશું
  4. ગગો કુંવારો રહી જવો
  5. ગજ વાગતો નથી
  6. ગજવેલના પારખાં ન હોય
  7. ગતકડાં કાઢવા
  8. ગધેડા ઉપર અંબાડી ન શોભે
  9. ગધેડાને તાવ આવે તેવી વાત
  10. ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે
  11. ગરજ સરી એટલે વૈદ વેરી
  12. ગરજવાનને અક્કલ ન હોય
  13. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
  14. ગળ્યું એટલે ગળ્યું, બીજું બધું બળ્યું
  15. ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
  16. ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
  17. ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
  18. ગાડા નીચે કૂતરું
  19. ગાડી પાટે ચડાવી દેવી
  20. ગાડું ગબડાવવું
  21. ગાડું જોઈને ગુડા ભાંગે
  22. ગાભા કાઢી નાખવા
  23. ગામ ગાંડું કરવું
  24. ગામ માથે લેવું
  25. ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
  26. ગામના છોરા ગારાના, પાડોશીના પીત્તળના, આપણા સોનાના.
  27. ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
  28. ગામના મોંએ ગરણું ન બંધાય
  29. ગામનો ઉતાર
  30. ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
  31. ગામમાં પેસવાના ફાંફા અને પટેલને ઘેર ઊના પાણી.
  32. ગાય દોહી કૂતરાને પાવું
  33. ગાય પાછળ વાછરડું
  34. ગાંજ્યો જાય તેવો નથી
  35. ગાંઠના ગોપીચંદન
  36. ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
  37. ગાંડાના ગામ ન વસે
  38. ગાંડી માથે બેડું
  39. ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
  40. ગાંધી-વૈદનું સહીયારું
  41. ગેંગે-ફેંફે થઈ જવું
  42. ગોટલાં છોતરાં નીકળી જવા
  43. ગોર પરણાવી દે, ઘર ન માંડી દે
  44. ગોળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
  45. ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
  46. ગોળ નાખો એટલું ગળ્યું લાગે
  47. ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
  48. ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
  49. ગ્રહણ ટાણે સાપ નીકળવો