ગુજરાતી કહેવતો/ઘ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- ઘડો-લાડવો કરી નાખવો
- ઘર ફૂટે ઘર જાય
- ઘર બાળીને તીરથ ન કરાય
- ઘર મુક્યાં, ને દુઃખ વિસર્યાં
- ઘરડા ગાડા વાળે
- ઘરડી ઘોડી લાલ લગામ
- ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
- ઘરના ભુવા ને ઘરના ડાકલાં
- ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
- ઘરની ધોરાજી ચલાવવી
- ઘરમાં વાઘ બહાર બકરી
- ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
- ઘરે ધોળો હાથી બાંઘવો
- ઘા પર મીઠું ભભરાવવું
- ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
- ઘાંચમાં ગયેલું ગાડું, નેફામાં ગયેલું નાડું અને પાણીમાં ગયેલું પાડું જલ્દી બહાર નીકળતા નથી
- ઘી ઢોળાયું તો ખીચડીમાં
- ઘી-કેળાં થઈ જવા
- ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
- ઘેર ઘેર માટીના ચૂલા
- ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
- ઘોડે ચડીને આવવું
- ઘોડે સ્વારી કરતો બાપ મરજો, પણ દળણા દળતી મા ન મરજો.
- ઘોરખો દિયો
- ઘોંસ પરોણો કરવો
- ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા