ગુજરાતી કહેવતો/ચ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- ચોર ને કહે ચોરી કર અને ઘરધણીને કહે જાગતો રહેજે.
ચકલાં ચૂંથવાંનો ધંધો ચકલી નાની ને ફૈડકો મોટો ચકીબાઈ નાહી રહ્યાં ચડાઉ ધનેડું ચપટી ધૂળની ય જરૂર પડે ચપટી મીઠાની તાણ ચમડી તૂટે પણ દમડી ન છૂટે ચમત્કાર વિના નમસ્કાર નહિ ચલક ચલાણું ઓલે ઘેર ભાણું ચા કરતાં કીટલી વધારે ગરમ હોય ચાદર જોઈને પગ પહોળા કરાય ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા ચાલતી ગાડીએ ચડી બેસવું ચીભડાના ચોરને ફાંસીની સજા ચીંથરે વીંટાળેલું રતન ચેતતો નર સદા સુખી ચોર કોટવાલને દંડે ચોર પણ ચાર ઘર છોડે ચોરની દાઢીમાં તણખલું ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ ચોરની માને ભાંડ પરણે ચોરની વાદે ચણા ઉપાડવા જવું ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે ચોરને ઘેર ચોર પરોણો ચોરનો ભાઈ ઘંટીચોર ચોરી પર શીનાજોરી ચોરીનું ધન સીંકે ન ચડે ચોળીને ચીકણું કરવું ચૌદમું રતન ચખાડવું