ગુજરાતી કહેવતો/જ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
- જનોઈવઢ ઘા
- જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
- જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
- જમાઈ એટલે દશમો ગ્રહ
- જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
- જશને બદલે જોડા
- જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
- જંપનો પૈસો ન હોવો.
- જા બિલાડી મોભામોભ
- જા બિલ્લી કૂત્તે કો માર?
- જાગ્યા ત્યાંથી સવાર
- જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
- જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ હું.
- જાતે પગ પર કુહાડો મારવો
- જીભ આપવી
- જીભ કચરવી
- જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
- જીભને હોઠથી છેટુ.
- જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?
- જીવ ઝાલ્યો રહેતો નથી
- જીવતા જગતિયું કરવું
- જીવતો નર ભદ્રા પામે
- જીવવું થોડું ને જંજાળ ઝાઝી
- જીવો અને જીવવા દો
- જેવી દૃષ્ટી તેવી શૃષ્ટી.
- જીવ્યા કરતાં જોયું ભલું
- જૂનું એટલું સોનું
- જે ગામ જવું હોય નહિ તેનો મારગ શા માટે પૂછવો?
- જે ચડે તે પડે
- જે જન્મ્યું તે જાય
- જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
- જે નમે તે સૌને ગમે
- જે ફરે તે ચરે
- જે બોલે તે બે ખાય
- જે વાર્યા ન વરે તે હાર્યા વરે
- જે સૌનું થશે તે વહુનું થશે
- જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
- જેટલા મોં તેટલી વાતો
- જેટલા સાંધા એટલા વાંધા
- જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
- જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
- જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
- જેના લગન હોય તેના જ ગીત ગવાય
- જેના હાથમાં તેના મોંમા
- જેની લાઠી તેની ભેંસ
- જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
- જેનું ખાય તેનું ખોદે
- જેનું નામ તેનો નાશ
- જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
- જેને રામ રાખે તેને કોણ ચાખે
- જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
- જેવા સાથે તેવા
- જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
- જેવી સોબત તેવી અસર
- જેવું કામ તેવા દામ
- જેવું વાવો તેવુ લણો.
- જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
- જેવો દેશ તેવો વેશ.
- જેવો સંગ તેવો રંગ.
- જોશીના પાટલે અને વૈદના ખાટલે
- જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
- જ્યાં ચાહ ત્યાં રાહ
- જ્યાં સંપ ત્યાં જંપ
- જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ