ગુજરાતી કહેવતો/ડ

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
 • ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે.
ડબ્બો ગુલ કરી નાખવો
  ડહાપણની દાઢ ઊગવી
  ડાકણેય એક ઘર તો છોડે
  ડાગળી ખસવી
  ડાચામાં બાળવું
  ડાચું વકાસીને બેસવું
  ડાફરિયાં દેવા
  ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
  ડાબા હાથનો ખેલ
  ડાબા હાથે ચીજ મુકી દેવી
  ડારો દેવો
  ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
  ડાંગે માર્યા પાણી જુદા ન પડે
  ડાંફાં મારવા
  ડીંગ હાંકવી
  ડીંડવાણું ચલાવવું
  ડુંગર દૂરથી રળિયામણા
  ડૂબતો માણસ તરણું પકડે
  ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે