ગુજરાતી કહેવતો/દ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- દગલબાજ બમણું નમે
- દગો કોઈનો સગો નહિ.
- દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.
- દયાની માને ડાકણને ખાય
- દયા ધર્મનું મૂળ છે.
- દળી, દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું
- દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
- દાઝ્યા પર ડામ
- દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
- દામ કરે કામ અને બીબી કરે સલામ
- દીકરી તો પારકી થાપણ કહેવાય.
- દીકરી એટલે તુલસી નો ક્યારો.
- દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
- દીઠા દેવ ને પહોંચી જાત્રા
- દીવા તળે અંધારું
- દીવાલને પણ કાન હોય
- દીવો લઈ કૂવામાં પડ્યા
- દુકાળમાં અધિક માસ.
- દુ:ખનું ઓસડ દહાડા
- દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
- દુબળાં ઢોરને બગાં ઝાઝી
- દૂઝણી ગાયની પાટુ સારી
- દૂધ પાઈને સાપ ઉછેરવો
- દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ; જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
- દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
- દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
- દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય.
- દૂરથી ડુંગરા રળિયામણા.
- દે દામોદર દાળમાં પાણી
- દેખવું નહિ અને દાઝવું નહિ
- દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
- દેશ ફરો પરસદેશ ફરો ભાગ્ય વિના કૂદકો ભરો.
- દોડવું હતું ને ઢાળ મળ્યો
- દોરડી બળે પણ વળ ન છૂટે
- દોરી સાહેબના હાથમાં