ગુજરાતી કહેવતો/ન
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- ન આવડે ભીખ તો વૈદું શીખ
- ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
- ન બોલવામાં નવ ગુણ.
- ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
- ન મામા કરતા કાણો મામો સારો
- નકલમાં અક્કલ ન હોય
- નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
- નજર ઉતારવી
- નજર બગાડવી
- નજર લાગવી
- નજરે ચડી જવું
- નજરે જોયાનું ઝેર છે
- નથ ઘાલવી
- નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
- નબળી ગાયને બગાઈ ઝાઝી.
- નબળો ધણી બૈરી પર શૂરો
- નમાજ પડતા મસીદ કોટે વળગી
- નમે તે સૌને ગમે.
- નરમ ઘેંશ જેવો
- નવ ગજના નમસ્કાર
- નવરો ધૂપ
- નવરો બેઠો નખ્ખોદ કાઢે
- નવાણિયો કૂટાઈ ગયો
- નવાણુંનો ધક્કો લાગવો
- નવી ગિલ્લી નવો દાવ
- નવી વહુ નવ દહાડા
- નવે નાકે દિવાળી
- નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
- નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
- નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
- નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે"
- નસીબનો બળિયો
- નહિ ઘરના કે નહિ ઘાટના
- નાક ઊંચું રાખવું
- નાક કપાઈ જવું
- નાક કપાવી અપશુકન ન કરાવાય
- નાક દબાવ્યા સિવાય મોઢું ઉઘડે નહિ.
- નાક લીટી તાણવી
- નાકે છી ગંધાતી નથી
- નાગાની પાનશેરી ભારે હોય
- નાગાને નાવું શું અને નીચોવવું શું ?
- નાચવા જવું ને ઘૂંઘટો તણવો
- નાચવું ન હોય તો આંગણું વાંકુ.
- નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
- નાણું મળશે પણ ટાણું નહિ મળે
- નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
- નાદાનની દોસ્તીને જીવનું જોખમ
- નાના મોઢે મોટી વાત
- નાનુ પણ નાગનું બચ્ચુ.
- નાનો પણ રાઇનો દાણો.
- નામ છે એનો નાશ છે.
- નામું માંડવું
- નામ મોટા ને દર્શન ખોટાં
- નીચી બોરડી સૌ કોઇ ઝુડે.
- નીર-ક્ષીર વિવેક
- નેવાના પાણી મોભે ના ચડે
- નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય