લખાણ પર જાઓ

ગુજરાતી કહેવતો/પ

વિકિસૂક્તિમાંથી
  1. પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
  2. પગ કુંડાળામાં પડી જવો
  3. પગ ન ઊપડવો
  4. પગ લપસી જવો
  5. પગચંપી કરવી
  6. પગપેસારો કરવો
  7. પગભર થવું
  8. પગલાં પાડવા/પગલાં ઓળખવા
  9. પડતો બોલ ઝીલવો
  10. પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
  11. પડ્યા પર પાટું
  12. પડ્યો પોદળો ધૂળ ઉપાડે
  13. પઢાવેલો પોપટ
  14. પત્તર ખાંડવી
  15. પથારો પાથરવો
  16. પથ્થર ઉપર પાણી
  17. પરચો આપવો/દેખાડવો
  18. પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
  19. પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
  20. પવન પ્રમાણે સઢ ફેરવવો
  21. પહેલું સુખ તે જાતે નર્યા
  22. પહેલું સુખ જાતે નર્યા, બીજુ સુખ ઘેર દીકરા, ત્રીજું સુખ ગુણવંતી નાર, ચોથુ સુખકીડીએ જાર.
  23. પહેલો ઘા પરમેશ્વરનો
  24. પહેલો સગો પાડોશી
  25. પહોંચેલ માયા/બુટ્ટી
  26. પ્રસાદી ચખાડવી
  27. પ્રીત પરાણે ન થાય
  28. પંચ કહે તે પરમેશ્વર
  29. પાકા ઘડે કાંઠા ન ચડે
  30. પાઘડી ફેરવી નાખવી
  31. પાઘડીનો વળ છેડે આવે
  32. પાટિયાં બેસી જવાં
  33. પાટો બાઝવો
  34. પાઠ ભણાવવો
  35. પાડા ઉપર પાણી
  36. પાડા મૂંડવાં
  37. પાણી ઉતારવું
  38. પાણી ચડાવવું
  39. પાણી દેખાડવું
  40. પાણી પહેલા પાળ બાંધી લ
  41. પાણી પાણી કરી નાખવું
  42. પાણી પીને ઘર પૂછવું
  43. પાણી ફેરવવું
  44. પાણી માપવું
  45. પાણીચું આપવું
  46. પાણીમાં બેસી જવું
  47. પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
  48. પાણીમાંથી પોરા કાઢવા
  49. પાનો ચડાવવો
  50. પાપ છાપરે ચડીને પોકારે
  51. પાપડતોડ પહેલવાન
  52. પાપડી ભેગી ઈયળ બફાય
  53. પાપનો ઘડો ભરાઈ જવો
  54. પાપી પેટનો સવાલ છે
  55. પારકા કજિયા ઉછીના ન લેવાય
  56. પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
  57. પારકી આશા સદા નિરાશા.
  58. પારકી છઠ્ઠીનો જાગતલ
  59. પારકી પંચાતમાં શું કામ પડવું
  60. પારકી મા જ કાન વિંધે
  61. પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
  62. પારકે પાદર પહોળા થવું
  63. પારકે પૈસે દિવાળી
  64. પારકે પૈસે પરમાનંદ
  65. પારકે ભાણે લાડુ મોટો દેખાય
  66. પાશેરામાં પહેલી પૂણી છે
  67. પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
  68. પાંચમાં પૂછાય તેવો
  69. પાંચે ય આંગળી ઘીમાં
  70. પાંચે ય આંગળી સરખી ન હોય
  71. પાંચે ય આંગળીએ દેવ પૂજવા
  72. પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
  73. પ્રાણ અને પ્રકૃતી સાથે જ જાય
  74. પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
  75. પીઠ પાછળ ઘા
  76. પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
  77. પુણ્ય પરવારી જવું
  78. પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
  79. પુરાણ માંડવું
  80. પેટ કરાવે વેઠ
  81. પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
  82. પેટ છે કે પાતાળ ?
  83. પેટ ઠારવું/પેટ બાળવું
  84. પેટ પકડીને હસવું
  85. પેટ પર પાટું મારવું
  86. પેટ મોટું રાખવું
  87. પેટછૂટી વાત કરવી
  88. પેટનું પાણી ન હલવું
  89. પેટનો ખાડો પૂરવો
  90. પેટનો બળ્યો ગામ બાળે
  91. પેટપૂજા કરવી
  92. પેટમાં ઘુસી જવું
  93. પેટમાં પેસીને પગ પહોળા કરવા
  94. પેટમાં ફાળ પડવી
  95. પેટિયું રળી લેવું
  96. પેટે પાટા બાંધવા
  97. પૈસા તો ડાબા હાથનો મેલ છે
  98. પૈસાનું પાણી કરવું
  99. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
  100. પોચું ભાળી જવું
  101. પોત પ્રકાશવું
  102. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
  103. પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
  104. પોતાનો કક્કો જ ખરો કરવો
  105. પોતિયા ઢીલા થઈ જવા
  106. પોતિયું કાઢીને ઊભા રહેવું
  107. પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
  108. પોથી માંહેના રીંગણા
  109. પોદળામાં સાંઠો
  110. પોપટીયું જ્ઞાન
  111. પોપાબાઈનું રાજ
  112. પોબારા ગણી જવા
  113. પોલ ખૂલી ગઈ