ગુજરાતી કહેવતો/ફ

વિકિસૂક્તિમાંથી
Jump to navigation Jump to search
 1. ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
 2. ફના- ફાતિયા થઈ જવા
 3. ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
 4. ફસકી જવું
 5. ફટકો પડવો
 6. ફણગો ફૂટવો
 7. ફનાફાતિયા થઈ જવું/કરી નાખવું
 8. ફાગણે ફુવડનો ય મેલ જાય
 9. ફાચર મારવી
 10. ફાટીને ધુમાડે જવું
 11. ફાવ્યો વખણાય
 12. ફાળિયું ખંખેરી નાખવું
 13. ફિશિયારી મારવી
 14. ફીંફાં ખાંડવાં
 15. ફુલ નહિ તો ફુલની પાંખડી
 16. ફૂલાઈને ફાળકો થઈ જવું
 17. ફૂટી બદામના ભાવે
 18. ફોદેફોદા ઊડી જવા
 19. ફાંકો રાખવો
 20. ફૂંકી ફૂંકીને પગ મૂકવો