ગુજરાતી કહેવતો/ભ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- ભડનો દીકરો
- ભણેલા ભીંત ભૂલે
- ભરડી મારવું
- ભરાઈ પડવું
- ભલભલાને ભૂ પાઈ દેવું
- ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
- ભાગ્યશાળીને ભુત રળે.
- ભાવતું હતુ અને વૈદે (વૈદ્ય એ) કહ્યું.
- ભાગતા ભૂતની ચોટલી ભલી
- ભાગ્યશાળીને ભૂત રળે
- ભાંગરો વાટવો
- ભાંગ્યાનો ભેરુ
- ભાંગ્યું તો ય ભરુચ
- ભાંડો ફૂટી ગયો
- ભીખના હાંલ્લા શીંકે ન ચડે
- ભીંતને પણ કાન હોય છે
- ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ઘણી જ ફેંકે
- ભૂત ગયું ને પલિત આવ્યું
- ભૂતનું સ્થાનક પીપળો
- ભૂતોભાઈ પણ ઓળખતો નથી
- ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
- ભૂંડાથી ભૂત ભાગે
- ભૂંડાને પણ સારો કહેવડાવે તેવો છે
- ભેખડે ભરાવી દેવો
- ભેજાગેપ
- ભેજાનું દહીં કરવું
- ભેંશ આગળ ભાગવત.
- ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ
- ભેંશના શીંગડા ભેંશને ભારી
- ભોઈની પટલાઈ