ગુજરાતી કહેવતો/મ

વિકિસૂક્તિમાંથી
Jump to navigation Jump to search
 1. મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
 2. મગજમાં રાઈ ભરાઈ જવી
 3. મગનું નામ મરી ન પાડે
 4. મગરનાં આંસુ સારવા
 5. મણ મણની ચોપડાવવી
 6. મણનું માથું ભલે જાય પણ નવટાંકનું નાક ન જાય
 7. મન ઊતરી જવું
 8. મન ચંગા તો કથરોટ મેં ગંગા
 9. મન ઢચુપચુ થઈ જવું
 10. મન દઈને કામ કરવું
 11. મન મનાવવું/મારીને રહેવું
 12. મન મોટું કરવું
 13. મન હોય તો માળવે જવાય
 14. મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ"
 15. મનનો ઊભરો ઠાલવવો
 16. મનમાં પરણવું ને મનમાં રાંડવું
 17. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા"
 18. મરચા લાગવા
 19. મરચાં લેવા
 20. મરચાં વાટવા
 21. મરચું-મીઠું ભભરાવવું
 22. મરતાને સૌ મારે
 23. મરતો ગયો ને મારતો ગયો
 24. મસાણમાંથી મડા બેઠા કરવા
 25. મસીદમાં ગયું'તું જ કોણ?
 26. મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
 27. મળે તો ઈદ, ન મળે તો રોજા"
 28. મંકોડી પહેલવાન
 29. મા કરતાં માસી વહાલી લાગે
 30. મા તે મા, બીજા બધા વગડાના વા
 31. મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી"
 32. મા મૂળો ને બાપ ગાજર
 33. માખણ લગાવવું
 34. માગુ દીકરીનું હોય - માગુ વહુનું ન હોય
 35. માગ્યા કરતા તો મરવું ભલું
 36. માગ્યા વિના મા પણ ન પીરસે
 37. માણસ માત્ર ભૂલને પાત્ર
 38. માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે
 39. માથા માથે માથું ન રહેવું
 40. માથાનો ફરેલ
 41. માથાનો મળી ગયો
 42. માથે દુખનાં ઝાડ ઉગવા
 43. માથે પડેલા મફતલાલ
 44. માથે હાથ રાખવો
 45. માના પેટમાંય સખણો નહિ રહ્યો હોય
 46. માનો તો દેવ નહિ તો પથ્થર
 47. મામા બનાવવા
 48. મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
 49. મામો રોજ લાડવો ન આપે
 50. માપમાં રહેવું
 51. મારવો તો મીર
 52. મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના"
 53. મારીને મુસલમાન કરવો
 54. મારે તેની તલવાર
 55. મારે મીર ને ફૂલાય પીંજારો
 56. માલ પચી જવો
 57. માશીબાનું રાજ નથી
 58. માંકડને મોં આવવું
 59. માંડીવાળેલ
 60. મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે
 61. મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
 62. મિયાં મહાદેવનો મેળ કેમ મળે
 63. મિયાંની મીંદડી
 64. મીઠા ઝાડના મૂળ ન ખવાય
 65. મુખમાં રામ ને બગલમાં છુરી
 66. મુલ્લાની દોડ મસીદ સુધી
 67. મુવા નહિ ને પાછા થયા
 68. મુસાભાઈના વા ને પાણી
 69. મૂઈ ભેંશના ડોળા મોટા
 70. મૂછનો દોરો ફૂટવો. (યુવાનીમાં પ્રવેશ કરવો, પૌરૂષભર્યુ કામ કરવાની ઉંમરે પગ મૂકવો)
 71. મૂછે વળ આપવો
 72. મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
 73. મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
 74. મૂરખના ગાડાં ન ભરાય
 75. મૂરખની માથે શિંગડા ન ઉગે
 76. મૂંગો મકોડો મણ ગોળ ખાય.
 77. મેઘ સમાન જળ નહિ
 78. મેથીપાક ચખાડવો
 79. મેદાન મારવું
 80. મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
 81. મેલ કરવત મોચીના મોચી
 82. મોટું પેટ રાખવું
 83. મોઢાનો મોળો
 84. મોઢામાં મગ ભર્યા છે?
 85. મોઢું જોઈને ચાંદલો કરાય
 86. મોઢું કટાણું કરવું/બગાડવું
 87. મોતિયા મરી જવા
 88. મોર પીંછે રળિયામણો
 89. મોરના ઈંડાને ચીતરવા ન પડે
 90. મોસાળમાં જમણ અને મા પીરસનાર
 91. મોં કાળું કરવું
 92. મોં ચડાવવું
 93. મોં તોડી લેવું
 94. મોં બંધ કરવું
 95. મોં પરથી માંખી ઉડતી નથી
 96. મોં માથાના મેળ વિનાની વાત
 97. મોંકાણના સમાચાર