લખાણ પર જાઓ

ગુજરાતી કહેવતો/ર

વિકિસૂક્તિમાંથી
  • રહે તો આપથી ને જાય તો સગા બાપથી.
  • રામ રાખે તેમ રહીએ
  • રોટલો મળે પણ ઓટલો ન મળે.
  • રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર.
  • રામ રાખે તેને કોણ ચાખે.
  • રતુંબડી યાદ લહેરાય ને, સ્પર્શની સુવાસ સમેટાય, નિરાંતવી સ્મ્રુતિ ઉભરાય ને, કોરી-ભીની આંખે અંજાય.
  • રામ રાખે તેને કોણ ચાખે.

રાજા તથા પ્રજા

   રમત રમવી
   રમતવાતમાં
   રંગ ગયા પણ ઢંગ ન ગયા
   રાઈના પડ રાતે ગયા
   રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
   રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
   રાત ગઈ અને વાત ગઈ
   રાત થોડી ને વેશ ઝાઝા
   રાતે પાણીએ રોવાનો વખત
   રામ રમાડી દેવા
   રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
   રામના નામે પથ્થર તરે
   રામનું રાજ
   રામબાણ ઈલાજ
   રામબાણ વાગ્યા હોય તે જાણે
   રામાયણ માંડવી
   રાંડ્યા પછીનું ડહાપણ
   રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
   રાંધેલ ધાન રઝળી પડ્યા
   રીંગણાં જોખવા
   રૂપ રૂપનો અંબાર
   રેતીમાં વહાણ ચલાવવું
   રેવડી દાણાદાણ કરી નાખવી
   રોકડું પરખાવવું
   રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
   રોજ મરે એને કોણ રોવે
   રોજની રામાયણ
   રોટલાથી કામ કે ટપટપથી
   રોતો રોતો જાય તે મુવાની ખબર લઈ આવે
   રોદણા રોવા