ગુજરાતી કહેવતો/વ

વિકિસૂક્તિમાંથી
 1. વખાણેલી ખીચડી દાઢે વાળગી.
 2. વટનો કટકો
 3. વડને જોઇ વેલો વધે .
 4. વઢકણી વહુ ને દીકરો જણ્યો
 5. વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
 6. વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી
 7. વરને કોણ વખાણે? વરની મા!
 8. વરસના વચલા દહાડે
 9. વહેતા પાણી નિર્મળા
 10. વહેતા પાણીમાં હાથ ધોઈ લેવા
 11. વહેતી ગંગામાં ડુબકી લગાવવી
 12. વહેમનું કોઈ ઓસડ નથી
 13. વહોરાવાળું નાડું પકડી ન રખાય
 14. વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.
 15. વાગ્યું તો તીર નહિતર ટપ્પો.
 16. વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
 17. વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
 18. વાડ ચીભડા ગળે
 19. વાડ વિના વેલો ન ચડે
 20. વાડ જ ચીભડા ગળે ત્યાં કોને ફરીયાદ કરવી?
 21. વાણિયા વાણિયા ફેરવી તોળ
 22. વાણિયા વિદ્યા કરવી
 23. વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
 24. વાણિયો પેટમાં પેસીને પગ પહોળા કરે.
 25. વાણિયો, કાણીયો અને સ્વામિનારાયણીયો, ત્રણે થી ચેતતા રહેવું
 26. વાણિયો રીઝે તો તાળી આપે
 27. વાત ગળે ઉતરવી
 28. વાતનું વતેસર કરવું
 29. વાતમાં કોઈ દમ નથી
 30. વાંદરા ને સીડી ના અપાય.
 31. વાર્યા ન વળે તે હાર્યા વળે
 32. વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
 33. વાલ કહે હું મોટો દાણો, ઘણાં લાકડાં બાળુ, ચાર દિવસ મને સેવો તો સભામાં બેસતો ટાળુ, મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.
 34. વાવડી ચસ્કી
 35. વાવો તેવું લણો, કરો તેવું પામો
 36. વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
 37. વાંઢાને કન્યા જોવા ન મોકલાય
 38. વાંદરાને સીડી ન અપાય
 39. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
 40. વિદ્યા વિનય થી શોભે છે.
 41. વિના ચમત્કાર નહિ નમસ્કાર
 42. વિનાશકાળે વિપરીત બુદ્ધિ
 43. વિશ્વાસે વહાણ તરે
 44. વીસનખી વાઘણ
 45. વીંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
 46. વેંત એકની જીભ