લખાણ પર જાઓ

ગુજરાતી કહેવતો/શ

વિકિસૂક્તિમાંથી
  • શેઠની શિખામણ ઝાંપા સુધી.
  • શાંત પાણી ઊંડા હોય.
   શંકા ભૂત અને મંછા ડાકણ
   શાંત પાણી ઊંડા હોય
   શાંતિ પમાડે તે સંત
   શિયા-વિયા થઈ જવું
   શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
   શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો
   શીરા માટે શ્રાવક થવું
   શીંગડા, પૂંછડા વિનાનો આખલો
   શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
   શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
   શેઠની શિખામણ ઝાંપા સુધી
   શેર માટીની ખોટ
   શેરના માથે સવા શેર
   શેહ ખાઈ જવી
   શોભાનો ગાંઠિયો
   શ્રી ગણેશાય નમઃ કરવું