ગુજરાતી કહેવતો/સ
Appearance
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
- સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
- સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
- સઈનો દીકરો જીવે ત્યાં લગી સીવે
- સક્કરવાર વળવો
- સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
- સગા બાપનો પણ વિશ્વાસ નહિ.
- સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
- સત્તા આગળ શાણપણ નકામું
- સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
- સદાનો રમતારામ છે
- સબસે બડી ચૂપ
- સવાર પડી ને આંખ ઉઘડી
- સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
- સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
- સળગતું લાકડું ઘરમાં ન ઘલાય
- સ્વભાવનું ઓસડ ન હોય
- સંગ તેવો રંગ
- સંઘર્યો સાપ પણ કામ આવે
- સંતોષી નર સદા સુખી
- સંપ ત્યાં જંપ
- સંપત પ્રમાણે સોડ તાણો.
- સંસાર છે ચાલ્યા કરે
- સાચને આંચ ન આવે
- સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન
- સાઠે બુદ્ધિ નાઠે
- સાન ઠેકાણે આવવી
- સાનમાં સમજે તો સારું
- સાપ ગયા અને લીસોટા રહ્યા
- સાપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટૅ.
- સાપના દરમાં હાથ નાખવો
- સાપને ઘેર સાપ પરોણો
- સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
- સારા કામમાં સો વિઘન
- સાહસ વિના સિદ્ધિ નથી.
- સ્વાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.
- સાંઠે બુદ્ધિ નાઠી
- સીદીભાઈને સીદકાં વહાલાં
- સીદીભાઈનો ડાબો કાન
- સીધી આંગળીએ ઘી ન નીકળે
- સીંદરી બળે પણ વળ ન મૂકે
- સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
- સુથારનું મન બાવળિયે ને ચોરનું મન ચાઆવળિયે
- સુરતનું જમણ ને કાશીનું મરણ
- સૂકા ભેગુ લીલું બળે
- સૂપડાં સાફ થઈ ગયાં
- સૂળીનો ઘા સોયથી સર્યો
- સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય
- સેવા કરે તેને મેવા મળે
- સો ઉંદર મારીને બિલાડી બાઈ પાટે બેઠા
- સો કાંકરે એક કાંકરો વાગે
- સો જોષી ને એક ડોશી
- સો દવા એક હવા
- સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
- સો વાતની એક વાત
- સો સુવાવડ અને એક કસુવાવડ
- સો સોનારની એક લોહારની (સોનીના સો ઘા તો લુહારનો એક ઘા)
- સો સ્વાર્થી મિત્રો કર્તા એક નિસ્વાર્થ શત્રુ સારો.
- સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
- સોના કરતાં ઘડામણ મોંઘું
- સોનાની જાળને પાણીમાં ન ફેંકાય
- સોનાની થાળીમાં લોઢાનો મેખ
- સોનાનો સૂરજ ઉગવો
- સોનામાં સુગંધ મળે
- સોની તો સગી બહેનનું પણ ચોરે.
- સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
- સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ
- સોળે સાન, વીસે વાન
- સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
- સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી