લખાણ પર જાઓ

ઢાંચો:Potd-w/સપ્તાહ-૩

વિકિસૂક્તિમાંથી
અધરંગ
અધરંગને અંગ્રેજીમાં (ધ ટીકલ્સ ફ્લાયકેચર) કહે છે, તેનું શાસ્ત્રીયનામ (મુસ્સીકાપૂલા ટીકેલાય) છે. આખા ભારતમાં વસે છે, અને સૌરાષ્ટ્રના ગીર માં તેનું પ્રજનન થાય છે. ઘાંટી જગ્યા અને છાંયો હોય ત્યાં વધુ જોવા મળે છે. તેમાં પણ વનમાં વહેતા પાણીના વોંકળા આસપાસ વધુ રહે છે. ભાવનગર વિસ્તારમાં શિયાળા દરમિયાન જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
કસ્તુરી
કસ્તુરીને અંગ્રેજીમાં (ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ) કહે છે. તેનું શાસ્ત્રીય નામ (ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)) છે. કસ્તુરીનું કદ કાબર જેવડું હોય છે. ડુંગરાળ વન પ્રદેશમાં, ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડે તો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે. ચક-ચક અવાજ કરે છે. પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બિજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
ચિત્ર -- મથાળું
ઘંટી-ટાંકણો અથવા હુદહુદ
આ પક્ષી ગુજરાતમાં મુખ્યત્વે શિયાળા દરમ્યાન જોવા મળે છે. આ પક્ષી બોલે ત્યારે જૂના જમાનામાં જોવા મળતી પથ્થરની ઘંટીને ટાંકતી વખતે થતા અવાજને મળતો આવતો અવાજ કરતું હોવાથી તેને ગુજરાતીમાં ઘંટી-ટાંકણો નામ અપાયું હોવાનું માનવામાં આવેલ છે. આ પક્ષીનું હિન્દી ભાષાનું નામ હુદહુદ છે જે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
ચાતક
યાયાવર પક્ષી આફ્રિકાના પૂર્વ કિનારેથી ભારત, શ્રીલંકા અને બર્મા/મ્યાનમારમાં ઉનાળો ઉતરતાં અને ચોમાસાની શરૂઆતમાં આવે છે, અને દિવાળી પહેલાં પરત જતાં રહે છે. તે મોટા ભાગે ભીની અને વાવેતર વાળી જગ્યાઓમાં રહેવાનું પસંદ કરે છે. ચાતક પક્ષીનો રુપક તરીકે ઉપયોગ અનેક કવિઓ દ્વારા થતો જોવા મળે છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષીનો બહુધા ઉલ્લેખ આવે છે.
લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે
ચિત્ર -- મથાળું
બપૈયો
બપૈયો, જેને અંગ્રેજીમાં (કૉમન હૉક કુક્કૂ) કહે છે તે વર્ષારૂતુ સિવાય ભાગ્યેજ જોવા મળે છે. તે ભારતનાં મોટાભાગનાં પ્રદેશોમાં, છેક હિમાલયમાં ૮૦૦ મી. સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે. વર્ષાના સમયમાં રાતના તે પીપીહુ પી પીહુ તેવો અવાજ સતત ૫ થી ૬ વખત કરે છે.
ચિત્ર -- મથાળું
મોર બાજ
મોર બાજને અંગ્રેજીમાં ક્રેસ્ટેડ હૉક-ઈગલ કે ચેન્જેબલ હૉક-ઈગલ કહે છે. એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને દક્ષિણપૂર્વ હિમાલયની ધારે દક્ષિણપૂર્વ એશિયાથી ઇન્ડોનેશિયા અને ફીલીપાઈન્સ સુધી જોવા મળતું પક્ષી છે.
ચિત્ર -- મથાળું
શોબિગી
શોબિગીનું અંગ્રેજી નામ (કોમન આયોરા) છે. સમગ્ર ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં તેની વિવિધ જાતો જોવા મળે છે.
ચિત્ર -- મથાળું