લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૨૮

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૭ નળાખ્યાન
કડવું ૨૮
પ્રેમાનંદ
કડવું ૨૯ →
રાગ: સારંગ.




મન ઇચ્છા નૈષધ રાયતણી, કન્યા ગઇ પંચ નલ ભણી;
જુએ તો ઉભા નળ પંચ, કન્યા કહે આ ખોટો સંચ.
હંસનું કહ્યું અવરથા ગયું, નળ નાથનું વરવું રહ્યું;
એક નળ સાંભળીઓ ધરા, આ કપટી કો આવ્યા ખરા.
પાંચે નળ ચેષ્ટાને કરે, લેવા માળ કંઠ આગળ ધરે;
ત્યારે દમયંતી થઈ ગાભરી, દઈઠું વિપરીત ને પાછી ફરી.
આવી જાહાં પિતા ભીમક, અરે તાત જુઓ કૌતક;
હું એક નળને આરોપું હાર, દેખી પંચને પડ્યો વિચાર.
ભીમક કહે આશ્ચર્ય જા હોય, તું વિણ પંચ ના દેખે કોય;
શકે દેવતા તાંહાં નિરધાર, થઇ આવ્યા નળને આકાર.
એ પરીક્ષા નિમેષ નહીં ચક્ષ, વીરજ વસ્ત્ર ઉભા અંતરીક્ષ;
વાત સાંભળી ભીમકતણી, કન્યા આવી પંચ નળા ભણી.
પિતાએ મારગ દેખાડ્યો, નારીએ નળ શોધી કહાડ્યો;
દમયંતી જેમા વરવાને જાયે, ધસી ઈંદ્ર નળા આગળા થાયે.
એકા એકને અળગા કરે, લેવા હાર કંઠ આગળ ધરે;
નહીં આવે સંચ ફરી, ત્યારે દમયંતી થઇ ગાભરી.
ઈંદ્રે મનમાં શાપ્યો હુતાશંન, વાંદરાના જેવું થયું વદંન;
અગ્નિએ જાણ્યું એ ઈંદ્રનું કાજ, રીંછમુખ થાજો મહારાજ.
વરુણે શાપ મનમાંહે દીધો, જમને માંજર મુખો કીધો;
ધર્મે અંતર ઇચ્છ્યું એવું, વરુણનું વરુણનું મુખ થાજો શ્વાનના જેવું.
રીંચ, વાનર, શ્વાન, માંજર, કન્યા કહે વર રુડા ચાર;
ઇંદ્ર રાય વાણી એમ ભણે, ખાધાવેધ માંડ્યો આપણે.
જમ કહે કાં હસાવો લોક, શાપા કીધા માંહોમાંહે ફોક;
દમયંતી વિચારે વલી, સમાન શોભે પંચ નળી.
કોને વરીએ કોને ઉવેખીએ, વરમાળ કોને આરોપીએ;
જોવાને મળ્યા રાજકુમાર, તે એક નળ દેખે નિરધાર.
બુદ્ધિમાન નારી છે ઘણું, માન મૂકાવે દેવતાતણુંં;
ચારોને પૂછે કરી પ્રણામ, તમારા તાતનાં શાં શાં નામ.
લોભા વિષે નહીં ગણ્યું પાપ, વીરસેન પાંચેનો બાપ;
કન્યા વળતી કરને ધસે, સખી સામું જોઈ જોઈ હસે.
સખી કહે શું ઘેલાં થયાં, શું કપટરૂપને વળગી રહ્યાં;
બીજા પુરૂષ છે રૂપનાં ધામ, સાંભળો દેશ દેશનાં નામ.
દેશ સકળ નરેશનાં નામ, દાસી કહે વરણ્વી ગુણગ્રામ;
તોયે કન્યાને ના ગમ્યા કોય, ફરી ફરી પાંચે નળને જોય.
હું હું નળ પાંચે ઓચરે, પણ કન્યા કોને નજ વચે;
નારદજી અંતરીક્ષ આવીઆ, ઈંદ્રાની આદે તેડી લાવીઆ.
ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરતાર;
લજ્જા પામ્યા લોભી ઘણું, એ કારજ તે નારદતણું
કન્યાએ દીઠી દેવાંગના, અમર જાણીને માંડી વંદના;
અમો અલ્પ જીવ કરૂપ, તઅમો ભારેખમા છો ભૂપ.
અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનીકા તમને ઉપાસીએ;
તમો અમને ભીમક રાજાન, હું તમને પુત્રી સમાન.
એમ કહીને ભરીયાં ચક્ષ, લાજ્યા દેવ થયા પ્રત્યક્ષ;
ઈંદ્ર વરુણ વહ્નિજળરાય, શોભે મંડપે જય જય થાય.
નળને થયા તુષ્ટમાન, દેવ કહે માગો વરદાન;
બબ્બે વર આપે સુરરાજ, નળનું સહજે સરીયું કાજ.
કમળ્માલ આપી ઈંદ્રરાય, લક્ષ વર્ષે નહીં સુકાય;
અશ્વમંત્ર આપ્યો રાજંન, દિના એકે હીંડે શત જોજંન.
કહે અગ્નિ નવ દાઝે તુંય, જ્યાં સમરે ત્યાં પ્રગટું હુંય;
ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગે પુર મધ્યે નહીં રોગ.
જે કરશે તારી કથા વાંછના, તેને નવ હોયે જમજાચના;
વરુણ ભણે સાંભળ નળ રાય, શુકું વૃક્ષ નવપલ્લવ થાય.
સમરયું જલ ઉપજે તત્કાળ, અઅઠે વર પામ્યો ભુપાલ;
પછી દમયંતીને આપ્યો વર, અમૃતસ્ત્રાવીયા થજો તુંજ કર.
સર્વે સ્તુતિકીધી દેવતણી, વિમાને બેસી ગયા સ્વર્ગભણી;
દમયંતી હરખી તત્કાલ, નળને કંઠે આરોપી માળ.
સાધુ રાજા સર્વે બેસી રહ્યા, અદેખિયા ઉઠીને ગયા;
વરકન્યા પરણ્યાં રીત કરી, ભેમકે પહેરામણી ભલી કરી.
લાડ કોડ પહોંતાં કુંવરીતણાં, નળને વાનાંકીધાં ઘણાં;
નળ દમયંતી બન્યો જાય, વોળાવી વળ્યો ભીમકા રાય.
વાજતે ગાજતે નલ વળ્યો, એવે કલિયુગસામો મળ્યો;
વરવા વૈદર્ભીનારદે મોકલ્યો, આવે ઉતાવળે શ્વાસે હળફલ્યો.
બેથો મહીષ ઊપર કળીકાલ, કંઠે મનીષનાં શશીની માળ;
કરમાં કાતુ લોહા શૃંગાર, શિર સગડી ધીકે અંગાર.
જૈ વરું દમયંતી રૂપનિધાન, જુએ તો મળી સામી જાન;
જાણ્યો કન્યાને નળા વર્યો, કળી ક્રોધે પાચો ફર્યો.
જો નળે પરણવા દીધો નહીં, આજથી લાગું પૂંઠે થઇ;
નળરાજા આવ્યા પુરવિખે, કરે રાજ નારીસું સુખે.
ભોગવે ભોગ વિવિધ પેર, સ્વર્ગતણું સુખ પામે ઘેર;
પ્રભુ પત્નીને વાધ્યો પ્રેમ, સઆચવે બહુ સત્ય ને નેમ.
ચોહો વર્ન પાળે કુળધર્મ, ચાલે યજ્ઞાદિકનાં કર્મ;
તેણે કળીનું ચાલે નહીં, હીંડે છિદ્ર જોતો અહીં તહીં.
નગર પૂઠે ફેરા બહુ ખાય, સંતા આગળ પ્રવેશા ન થાય;
સહસ્ત્ર વર્ષ વહીને ગયાં, દમયંતીને બે બાળકા થયાં.
જુગ્મ બાલ સાથે પ્રસવ્યાં, પુત્ર્પુત્રીરૂપે અભિનવાં;
નળ દમયંતી હરખે ઘણું, બાલક વડે શોભે આંગણું.
એક દિવસે નળ ભૂપાળ, મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ;
રહી પાહાની કોરડી ધોતાં પાગ, કળી પામ્યો પેઠાનો લાગ.
સંધયવંદન કીધું રાજન, પ્રવેશ કળીનો થયો તે સ્થાન;
જ્યાં શય્યા સૂતો ભૂપાળ, સર્વાંગે વ્યાપ્યો કળીકાળ.

વલણ

કળીકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષધધણીરે;
હવે વહરાડું પીત્રાઇને, કહી ચાલ્યો પુષ્કર ભણીરે.

 

(પૂર્ણ)