લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૯

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૮ નળાખ્યાન
કડવું ૯
પ્રેમાનંદ
કડવું ૧૦ →
રાગ:દેશાખ.
નળરાજા મંદિર આવીઓ, સુભટ હંસ સાથે લાવીઓ;
સૈન્ય સઘળું સાહામું જાય, હંસને દેખી વિસ્મે થાય.
આ વસ્ત કાંહાંથીપામ્યા રાજાન, એણી પેરે પૂછે પરધાન;
નળ કહે સરોવર માન, તાંહાંથી મૂને આપ્યો ભગવાન.
એ માહારે થયો છે વીર, એમ કહી આવ્યો મંદીર;
કનકનું કીધું પિંજર, હંસને રહેવાનું ઘર.
એકઠા બેસી બન્યો જમે, દ્યૂત ક્રીડા તે રઅસિયા રમે;
અન્યોન્ય કાઢી લે તંબોલ, મુખેવાની કરતા કલ્લોલ.
હંસવિના ન ચાલે ઘડી, પ્રેમ રેહેણે પ્રીત જે જડી;
અશોક વાટિકામાં એક વાર, બન્યો બેથા ગુણ ભંડાર.
હંસે વાત વ્રેહેની કરી, ત્યારે નળને દમયંતી સાંભરી;
દીઠો જામ્યો અકસ્માત, નેત્રે કીધું આંસુપાત.
હંસ પૂછે મારા વીર, તાહારે નયને કાં વહે છે નીર;
નળ કહે શું પૂછે મૂને, એટલું સૂજ નહીં પડે તૂંને.
પરણ્યા કુંવારા ન જુઓ અમો, ઘરમાં ભાભી દીઠી હશે તમે;
હંસા બોલે ને કર ઘસે, મેં જાણ્યું જાણ્યું ભાભી પીહેર હશે.
તમો કુંવારા ના જાણ્યા માટ, શું પૃથ્વીમાં કન્યાનો દાટ;
પોતાની પાંખે લોહ્યું જળ, ખગે રોતો રાખ્યો નળ.
મરકલડું કરી મહીપતિ, મિત્ર સાથે બોલ્યો વીનતિ;
જે દહાડે નેં તમને ગ્રહ્યા, તે બોલ શું વિસરી ગયા.
તેં કહ્યું નળ મૂક એક વાર, કાંઇ હું એ કરીશ ઉપગાર;
ભાઇ તે બોલ્યું કહી એ પાળશો, એ મોહોટું દુઃખ ક્યારે ટાળશો.
વળતો હંસ કહે મહારાજ, હું સરખું કાંઇ સોંપો કાજ;
મહા કઠણ જે કારજ હશે., તે હું સેવકથી સર્વે થશે.
નળ કહે તમો કરો સર્વથી, પન મહારી જીભ ઉપડતી નથી;
કપરું કામ કેમ દેવાય, કદાપિ થાય કે નવ થાય.
ન થાય તો તમો પામો ખેદ, લાજે ઘેર નાવો વાયક વેદ;
હંસ કહે અમથો નવ વળું, હું ફીસાવાનું નોહું પૂતળું.
ચૌદ લોકમાં ગયાની ગત્ય, તાહારું કારજ થશે સઅત્ય;
નળ કહે હો પંખીજંન, શરીર સુનાનું ચંચ રતંન.
એહેવી તમારી દીસે દેહ, કાંહાથી વર માન્યાભાઈ એહ;
હંસા ભણે સાંભળ હો નળ, સરોવરમાં છે સોનાનાં કમળ.
નિત્ય ભોજન કરવું તેહ, જેવું જમવું તેવી દેહ;
પાળ પગથીએ જડ્યાં રતંન, ચંચ ધસુંઅમો પંખીજંન.
તેહેની વળગે છે રેખાય, માટે રત્નજડિત ચંચાય;
હવે માં પૂછશો આડી વાત, કામ શૂં ચે કોહોની ભ્રાત.
નળ કહે એક વિદર્ભ દેશ, કુંદનપુર ભીમક નરેશ;
તેહની દમયંતી દીકરી, કારણરૂપે તે અવતરી.

વલણ

કારણરૂપ તે અવતરી, વણ દીઠે મોહ થયો અમને;
તે નારીસુંવેહેવા મેળવો, એહવું માગું છૌં તમકને.

(પૂર્ણ)