નામસ્મરણ

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નામસ્મરણ એટલે કોઇપણ ઇષ્ટનું નામ જપવું તે, આને જપ પણ કહેવામાં આવે છે.

નામસ્મરણ વિશે સૂક્તિઓ[ફેરફાર કરો]

પૂજ્ય મોટા[ફેરફાર કરો]

  • મનને કશું સ્પર્શે નહિ એ માટે સાધન જોઈએ; અને આવું સરળ સાધન એ ભગવાનનું નામસ્મરણ છે. સંસાર વ્યવહારમાં આપણે એટલા બધાં અટવાયેલા હોઈએ છીએ કે શાંતિ કે કશું હોતું નથી. નામસ્મરણથી સંસારના બધા વિઘ્નો, અશાંતિ વગેરે ભૂલાય છે.
  • ભગવાનનું નામ એટલે એ તો જીવતીજાગતી ધનલક્ષ્મી જેવું છે. નામ લીધે રાખો તો શાંતિ પ્રસન્નતા રહેશે, અટવાઈ નહિ જવાય , મૂંઝાઈ નહિ જવાય; મનને પ્રસન્ન રાખ્યા કરશે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોયડા આવ્યા કરવાના.
  • પ્રાર્થના સ્મરણ કરશો તો પેલા કોયડાઓમાં ગૂંચવાઇ જતું મન અટકી જશે. આપણું મન એક કોયડામાં ગૂંચવાયું હોય અને ઉકેલ ન મળે ત્યારે આપણે મનને બીજા કશામાં રોકવું; તો પહેલાંની મુશ્કેલી ઓછી થશે. આમ કરવાથી વ્યાધિ , આધિ, ચિંતા , ફિકર વગેરેમાં મોટામાં મોટી હળવાશ પ્રકટશે. આ તો માનસશાસ્ત્રનો સિધ્ધાંત છે. (માટે કરી જુઓ તો ખબર પડશે.)[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મૌનએકાંતની કેડીએ – પાંચમી આવૃત્તિ- પૃ.–૧૨૪,૧૨૭. - શ્રીમોટા