લખાણ પર જાઓ

પાછલી રાતના, પધારિયા નાથજી

વિકિસૂક્તિમાંથી
પાછલી રાતના, પધારિયા નાથજી
નરસિંહ મહેતા



પાછલી રાતના, પધારિયા નાથજી, ઘૃમતે લોચને અંગ ડોલે;
બેહુ પાસા સુંદરી, બાહે કંઠે ધરી, શોભિત ભવન કો નહીરે તોલે;
હું રે સન્મુખ હુઈ, રીસ મનની ગઈ, ઉભી રહી ચકિત ગતિ પ્રેમ નિરખુ;
પ્રભુયને રસભરી, સુખદાજ શર્વરી, નાર સૌભાગ્યતા જોઈરે હરખું.
ચોકતણા ચાર, ચરણશું મુક્તિ ધરી, પ્રભુને પધરાવિયા પલંગ પીઠે;
ભોગ સંજોગથી, અધિક સુખ ભોગવ્યું, એરે મુરત એણીપેર દીઠે.
ભણે નરસિંહયો નિત નેહ તે નવનવા, જાહારે ગોવિંદ ગુણની સમાધી;
શું જાણે બ્રહ્મા સુર સ્નેહની વારતા, ભર્યા અધિકારની આધિવ્યાધિ.