ભાળ તું ભાળ તું સંમુખે શામળા!
Appearance
ભાળ તું ભાળ તું સંમુખે શામળા! નરસિંહ મહેતા |
<poem> ભાળ તું ભાળ તું સંમુખે શામળા! ટાળ દુઃખ ટાળ દુઃખ આજ મારું, નિગમ નેતિ રટે, આવડું નવ ઘટે, 'ભક્ત વત્સલ' પ્રભુ ! બિરૂદ તારું - ભાળ તું. ૧
અરજ સુણિ હરિ ! શું કહીએ ફરી ફરી, શ્રવણ ન્ સાંભલો નિદ્રા આવી ? ધાઓ ધરણીધરા ! જાગજો જદુવરા ! દુષ્ટને હાથથી લ્યો મૂકાવી. - ભાળ તું. ૨
સત્યને પાળવા, અસત્યને ટાળવા પ્રગટોને પૂરણબ્રહ્મ પોતે, અપજો ફૂલનો હાર કમળાપતિ ! સુંદરશ્યામ! સાંભરે જો તે. - ભાળ તું. ૩
સુખડા આપવા, દુઃખડા ટાળવા, 'અનાથના નાથ' તમે રે કહાવો, નરસૈંયો બેઉ કર જોડીને વિનવે શામના ચરણનો લેવો લહવો - ભાળ તું. ૪