વહાલાને જોતાંયે મહારી

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વહાલાને જોતાંયે મહારી
નરસિંહ મહેતાવહાલાને જોતાંયે મહારી, ભૂખલડી ભાંગી;
ઘરમાં રહીને શું રે કરૂં માહારી, આંખલડી લાગી. વહાલાને-ટેક

શામળી સુરતે મન, મોહીને લીધું;
કાંઈક શામળિયે વહાલે, કામણ કીધું. વહાલાને.

સંસારીનું સુખ હું તો, તજીને બેઠી;
મધુરી મૂરતી મારે, પાંજરીએ પેઠી. વહાલાને

સોનાની સાંકળીએ મુને, બાંધી રે તાણી;
મનડાની વાતો રે પેલે, મોહનિયે જાણી. વહાલાને.

તુજ મુજ વચ્ચે વહાલા, અંતર નથી;
નરસૈયાના સ્વામીની લોકે, કથની કથી. વહાલાને.