લખાણ પર જાઓ

વિકિસૂક્તિ:સ્વશિક્ષા/રુપરંગ

વિકિસૂક્તિમાંથી

ઢાંચો:વિકિપીડિયા:સ્વશિક્ષા/ટેબમથાળું

વિકિપીડિયામાં લેખનો દેખાવ અને રુપરંગ નિર્ધારિત કરવાની પ્રણાલી થોડીક અલગ છે. વિકિપીડિયામાં જે લખો તે જ દેખાય તેવી પ્રણાલીનો ઉપયોગ થતો નથી. આમાં કોઈપણ પાનામાં અક્ષરોને ઘાટા, ત્રાંસા લખવા અને મથાળા દર્શાવવા માટે વિશિષ્ટ ચિન્હોનો ઉપયોગ થાય છે જેને 'વિકિ માર્કઅપ' અથવા 'વિકિ ટેકસ્ટ' કહેવામાં આવે છે. સાંભળવામાં ભલે એ કઠીન લાગતું હશે પણ હકીકતમાં તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે.

ઘાટા અને ત્રાંસા અક્ષરો[ફેરફાર કરો]

વિકિપીડિયામાં (ઘાટા અક્ષરો) અને ( ત્રાંસા અક્ષરો )નો પ્રયોગ સૌથી વધુ થાય છે. કોઇપણ શબ્દ કે વાક્યને ઘાટા કે ત્રાંસા અક્ષરોમાં લખવા માટે તે શબ્દ/વાક્યની આગળ-પાછળ અનુક્રમે ત્રણ અને બેની સંખ્યામાં (') ઉમેરવામાં આવે છે. આવો જોઇએ:-

જો આપ લખશો તો આપને મળશે
''ત્રાંસા અક્ષર'' ત્રાંસા અક્ષર

'''ઘાટા અક્ષર'''

ઘાટા અક્ષર

'''''ઘાટા અને ત્રાંસા'''''

ઘાટા અને ત્રાંસા

વિકિપીડિયામાં એક પ્રણાલી છે કે કોઇપણ લેખની શરુઆતમાં તે લેખના નામને ઘાટા અક્ષરથી લખવામાં આવે છે. લેખમાં અન્ય સ્થળોએ વિશિષ્ટ શબ્દો કે વાક્યોને અલગ પડતા દર્શાવવા આ રીત અજમાવી શકાય છે. જો કે કારણ વગર અથવા વારંવાર શબ્દોને આ રીતે લખવાથી બચવું જોઇએ.

શીર્ષક અને ઉપશીર્ષક[ફેરફાર કરો]

કોઇપણ લેખને સારો બનાવવા માટે સળંગ લાંબુ લખાણ ન લખતા વિષયવૈવિધ્યને ધ્યાને રાખીને લેખમાં વિષયવાર પેટાશીર્ષક અને ઉપશીર્ષકો આપવામાં આવે છે. તેનાથી લેખ વધુ વાચવાયોગ્ય બને છે. પેટાશીર્ષક અને ઉપશીર્ષકો કેવી રીતે આપવા તે જૂઓ:-

જો આપ લખશો તો આપને મળશે

==શીર્ષક==

શીર્ષક[ફેરફાર કરો]

===ઉપશીર્ષક===

ઉપશીર્ષક[ફેરફાર કરો]

એચ ટી એમ એલ[ફેરફાર કરો]

જરુરી નથી કે વિકિપીડિયામાં લેખો બનાવવા માટે આપ એચ.ટી.એમ.એલ.થી જાણકાર હોવા જોઇએ. આપ વિકિમાર્કઅપથી પણ કામ ચલાવી શકો છો. જો કે એચટીએમએલની જાણકારી હોય તો તે આપને વધુ ઉપયોગી થઈ શકે છે.

આ શીખને પ્રયોગસ્થળમાં અજમાવો