લખાણ પર જાઓ

શ્રેણી:જોડકણા

વિકિસૂક્તિમાંથી
 -  -  -  -  -  -  -  -  -  - અં -  અઃ
મુળાક્ષર વર્ગ ક -     
મુળાક્ષર વર્ગ ચ -
મુળાક્ષર વર્ગ ટ -
મુળાક્ષર વર્ગ ત -
મુળાક્ષર વર્ગ પ -
મુળાક્ષર વર્ગ ય - ક્ષજ્ઞ


A B C D બાળકોની મીઠી બોલી E F G H I ભણવાની આ નવી સ્ટાઈલ J K L M N ચાલો બાળકો નીકાળો પેન O P Q R S T વચ્ચે કોણે મારી સીટી U V W X Y Z શાંતીથી લખો એ ટુ ઝેડ.

આવ રે વરસાદ,ધેબરીઓ પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવ રે વરસાદ,નેવલે પાણી નઠારી છોકરીને દેડકે તાણી

  • એક બીલાડી જાડી
   એક બીલાડી જાડી
         તેણે પહેરી સાડી
   સાડી પહેરી ફરવા ગઇ
         કાંકરીયામા તરવા ગઇ
   કાંકરીયામા મગર
         બીલ્લીને આયા ચક્કર
   સાડીનો છેડો છુટી ગયો
         મગરના મોં મા આવી ગયો
   મગર બીલ્લી ખાઇ ગયો
  • કાણાને
  કાણાને કાણો નવ કહીએ,
  કડવા લાગે વેણ,
  હળવે રહીને પૂછીએ,
  શેણે ખોયા નેણ?
  • કહે નેપોલિયન દેશને
  કહે નેપોલિયન દેશને,
  કરવા આબાદાન,
  ભલું ભણાવો પુત્રીને,
  તો શાણી થાનાર. 

ghg

  • ગણપતિ દાદા
  ગણપતિદાદા મૌર્યા,  ઘીનાં લાડૂ ચોરીયા, 
  ગણપતિદાદા લાડૂ જમે, એકવીસ લાડૂ પેટમાં રમે,
  ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે, 
  ગણપતિદાદા મૌર્યા,  ઘીનાં લાડૂ ચોરીયા,
  • ચક્કી ચોખા ખાંડે છે
  ચક્કી ચોખા ખાંડે છે, 
   મોર પગલા પાડે છે,
   ઢેલ પાણી ઢોળે છે,
  પિતાંબર પગલા પાડે છે,
  ટિલ્ડીનો ટુચ્કો, મારો જોરમાં ભૂસ્કો.

chagan magan tara chhapre lagan

aaj tara vivah ane kaal tara lagan

જમવામાં જગલો અને કુટવવામાં ભગલો

તાલી પાડો છોકરા, મામા લાવે ટોપરા ટોપરા તો ભાવે નઈ, પાણીનો ઘડો લાવે નઈ ઘડો મુક્યો ઓટલે, વીંછી ચડ્યો ચોટલે ચોટલો તો લાંબો, મામાને ધરે આંબો આંબા ઉપર કેરી, મામાની વહુ બેરી બેરી બેરી કરશો નઈ, મામાને ઘરે જાશો નઈ

  • પધારો, મેઘરાજા! ચોમાસુ બેસી ગ્યુ!!
  આવ રે વરસાદ,
  ઘેબરીયો પરસાદ,
  ઉની ઉની રોટલી ને
  કારેલાં નું શાક!
  • મે એક બિલાડી પાળી છે
 મે એક બિલાડી પાળી છે, તે રંગે બહૂ રુપાળી છે,
 તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે,
 તે ઉંદરને ઝટપટ ઝાલે છે, ને કુતરાથી બીતી ચાલે છે,
 એના ડિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે !
  • મૂળ રંગ
 લાલ પીળો ને વાદળી,
 એ મૂળ રંગ કહેવાય,
 બાકીના બીજા બધાં,
 મેળવણીથી થાય.
  • વારતા રે વારતા
  વારતા રે વારતા,  ભાભો ઢોર ચારતા, 
  ચપટી બોર લાવતા,  છોકરાવ સમજાવતા, 
  એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો, 
  કોઠી પડી આડી,  છોકરાએ ચીસ પાડી, 
  અરરર… માડી.
  • હસતે મુખ રસ્તામાં વેર્યા
  હસતે મુખ રસ્તામાં વેર્યા,
  ફૂલ નશીબે ગુલાબ કેરા.
  નીચા વળીને વીણીશું ક્યારે?
  આજે આજે ભાઇ અત્યારે.

આ શ્રેણીમાં હાલમાં કોઇ પાનાં કે મીડિયા નથી.