લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Ashok modhvadia

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસૂક્તિમાંથી

અશોકભાઈ, તમે તો યાર ઓમ્નીપ્રેઝન્ટ થઈ ગયા છો. પેલી કવિ કલાપીની ઉક્તિ જેવું છે તમારૂં કામ તો, "જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની". મેં અહીં પહેલા થોડું ઘણુ યોગદાન કર્યું છે, પરંતુ પછી અહીં કરતા મૂળ વિકિમાં વધુ કામની જરૂર લાગતાં અહીં આવવાનું ઓછું થઈ ગયું. તમે બનાવેલા પેલા વિકિઅવતરણનાં ઢાંચા પરથી જ અહીં આવ્યો હતો, તમે ઢાંચો તો ખરેખર ખુબ સુંદર બનાવ્યો છે, તેમા કોઇ બેમત નથી. અને દિનેશભાઈને લખેલો સંદેશો પણ વાંચ્યો, તમારી સાથે સંપૂર્ણ સહમત છું.--Dsvyas ૦૯:૨૦, ૨૨ જૂન ૨૦૦૯ (UTC)

અરે ભાઈ, તમે તો નસીબદાર છો કે તમને એ વરસાદની આતુરતા હોય છે, અને તેના આવ્યા પછી ભીંજાવા પણ મળે છે, પણ અમે તો કમનસીબ એવા છીએ કે, વરસાદની ના આવવાની આતુરતા હોય છે, કેમકે બારે મહિનામાં ગમે ત્યારે વરસાદ આવી જાય, અને ચાલો આવે તો ભલે આવે, પણ એવા મોસમમાં આવે કે ભિંજાઈ શકીએ તો તો સારૂં ને, અહીંતો બારે મહિના ખાલી તેને જોઈને જીવ બાળવાનો, અને સૌથી મોટો તો વસવસો રહે આપણી માટીની ભીની ભીની સુગંધનો, ખરેખર એટલે જ આપણા વડવાઓ એ કહ્યું છે કે ભારતભૂમિ ધન્ય છે, અને ત્યાં અવતાર મળવો દૂર્લભ છે, પણ મને લાગે છે કે ફક્ત ભારતભૂમિમાં અવતાર મળવાથી નસીબદાર નથી થવાતું, ત્યાં જીવન વ્યતિત કરવા મળે તો જ ખરેખર એ અવતાર મળ્યાનું સફળ થયું કહેવાય, શું કહો છો તમે?--Dsvyas ૧૫:૨૪, ૨૩ જૂન ૨૦૦૯ (UTC)